તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 2nd November 2026
ગુજસીટોકના કેસમાં પકડાયેલ ભરત વારસુરની રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી મંજુર

રાજકોટ, તા.૨: રાજકોટ ખાતે થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ તા.૧૮/૦૫/૨૦૨૬ ના રોજ અલ્તાફ ૬-આંગળી ગેંગના કુલ-૬ ઈસ્મો સામે ગુજરાત આતંકવાદ અને સંગઠીત અપરાધ નિયંત્રણના કાયદાની કલમ ૩(૧) ની પેટા કલમ (૧) તથા (૨), ૩(૨) તથા ૩(૪) મુજબની ફરીયાદ આપેલ અને આરોપીઓની ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવેલ જેમાં આરોપીઓ પૈકીના ભરત માધવજીભાઈ વારસુરને કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.
પોલીસ ફરીયાદ મુજબ તમામ આરોપીઓએ સંગઠીત ગુન્હો આચરતી ટોળી બનાવી, ટોળીના સભ્યોએ અલગ-અલગ ગ્રુપમાં ભેગા મળી, તેમજ વ્યક્તિગત પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે એકબીજાની મદદગારી કરી અને સંગઠીત ટોળકીના સભ્યોએ ૨૦૧૬ થી ૨૦૨૬ સુધીમાં રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તેમજ ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લાઓમાં આરોપીઓએ કુલ-૪૬ જેટલા ગંભીર ગુન્હાઓ જેવા કે પ્રાણઘાતક હથીયારો વડે ખુનની કોશીષ, લુંટ, સરકારી કર્મચારી ઉપર ફરજમાં રૂકાવટ, ગંભીર ઈજાઓ કરી પોતાની ધાક જમાવી, તેમજ પોતાના આર્થીક કાયદાસારૂ ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ગુજરાત રાજયમાં પ્રતિબંધીત હોવાનું જાણવા છતાં કોઈપણ રીતે ગેરકાયદેસર ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ગુજરાત રાજયમાં ઘુસાડી ગેરકાયદેસર દારૂનું વેચાણ કરી સમાજમાં દુષણ ફેલાવવા જેવા ગુનાઓ આચરી સમગ્ર રાજકોટ શહેરમાં આમ પ્રજામાં ભય ફેલાવી આરોપીઓ સતત ચાલતી ગેરકાયદેસર પ્રવતિથી એકાંકી અને સંયુક્ત રીતે આવી સંગઠીત ગુના ટોળકીના સભ્ય તરીકે અથવા આવી ટોળી વતીથી હિંસા દ્વારા તથા ધાક-ધમકી આપીને અથવા પરાણે અન્યાય કત્યથી અથવા અન્ય ગેરકાયદેસર સાધનોથી ઉપર જણાવ્યા મુજબના ગુનાઓમાં આચરેલ હતા.
આથી પોલીસ અમલદારોએ તપાસ પુરી થતા તમામ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ચાર્જશીટ ફાઈલ કરેલ જેના આરોપી ભરત માધવજીભાઈ વારસુર સામે ગુજસીટોકના કેસમાં તેઓએ અલ્તાફ છ આંગળી નામની સંગઠીત ગુન્હો આચરતી ટોળીના સભ્ય બની અલગ-અલગ ગ્રુપમાં ભેગા મળી તેમજ વ્યક્તિગત પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે એકબીજાને મદદગારી કરેલ હોય તેઓ વિરૂધ્ધ ગુજસીટોકના કેસમાં કુલ-૧૦ કેસો દર્શાવવામાં આવેલ હતા.
ઉપરોકત ગુનાના કામે પોલીસ તપાસ પુરી થઈ જતા આરોપી ભરત માધવજીભાઈ વારસુરએ પોતાના વકીલ શ્રી તુષારભાઈ કે. બસલાણી મારફત રાજકોટના મહે. પ્રિન્સી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં જામીન અરજી ગુજારેલ જે જામીન અરજી નામ. સેશન્સ કોર્ટેએ આરોપી તરફે થયેલ દલીલોને ધ્યાને લઈ તથા રજુ રખાયેલ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ઓથોરિટીને ધ્યાને લઈ નામ. સેશન્સ કોર્ટે ભરત માધવજીભાઈ વારસુરના જામીન મંજુર રાખેલ છે. આ કામમાં આરોપી/અરજદારના વકીલ તરીકે રાજકોટના એડવોકેટ તુષારભાઈ કે. બસલાણી, મનીષભાઈ કોટક, એઝાઝભાઈ જુણાચ, નેહલબેન. કે. જોષી, જગદીશભાઈ પડીયા, ભાવેશભાઈ ગોહેલ, વત્સલભાઈ ચાવડા, અક્ષયભાઈ મકવાણા તથા દિપભાઈ બસલાણી રોકાયેલા હતા.
તુષાર બસલાણી
આરોપીના વકીલ
(3:45 PM IST)










