તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
રાજકોટ- મોરબી જિલ્લાના તાલુકામાં વસતા દિવ્યાંગ ભાઈ બહેન માટે મંગળવારે સ્વરોજગાર એસેસમેન્ટ કેમ્પ

રાજકોટઃ અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ અને એસેલાન્સ ફાઉન્ડેશન અને એસબીઆઈ આર સે ટી રાજકોટ ના સંયુકત ઉપક્રમે, રાજકોટ તથા મોરબી જિલ્લાના દિવ્યાંગ ભાઈ/બહેનો માટે સ્વરોજગાર એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ અને મોરબી જિલ્લા ના ૨૦ થી ૪૦ વર્ષના દિવ્યાંગ ભાઈ/બહેનો જોડાઈ શકે છે. તેમ યાદિમાં જણાવાયું છે
આ કેમ્પમાં જે દિવ્યાંગ ભાઇઓ તથા બહેનો ને પોતાનો સ્વરોજગાર ચાલુ કરવો હોય તો એમની આવડત મુજબના સાધનો સંસ્થા દ્વારા અપાશે. જેમ કે કોઈ બહેનો છે. બ્યૂટી પાર્લર, ફાસ્ટ ફૂડનો ધંધો ચાલુ કરવો હોય તો અમે તેમને કેબિન કે રેકડી પણ આપવામાં આવશે. દિવ્યાંગ ભાઈ બેન પોતાનો સ્વરોજગાર ચાલુ કરે એજ છે સાધનો આપ્યા પછી સંસ્થા તરફથી ફોલ્લોપ લેવામાં આવશે...કાર્યક્રમમાં અંધ જન મંડળ વસ્ત્રાપુર અમદાવાદના ડેપ્યુટી ડાયરેકટ કિન્નરી દેસાઇ તથા એસબીઆઇ આર સે ટી રાજકોટના ડાયરેકટર પવન કુમાર ગૌર માર્ગદર્શન આપશે.
આ કેમ્પમાં રાજકોટ્ અને મોરબી જિલ્લા ના વધુ માં વધુ દિવ્યાંગ ભાઇ બહેનોને લાભ લેવા વિનંતી કરાઇ છે. કાર્યક્રમને સફળ બનાવવા જીગ્નેશ ગોસ્વામી, હસમુખ કોટડીયા, સંદિપ માધવી, હાર્દિક ગોસ્વામી, આલોક દલસાણીયા, ગીષ્મ કાચા, જયોતિ સોલંકી, પાયલ સર્વ્યાયા વગેરે જહેમત ઉઠાવી રહયા છે.
તા.૬ ના મંગળવારે સવારે ૧૦ થી સાંજે ૪ સુધી સીબીઆઇ આર સે ટી એ.જી. સ્ટાફ કોલોની સામે વિમલનગર કોર્નર, વસંત માર્વેલ અને ગાત્રાળ હોટલ પાસે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગાર્ડી ગેટ નં. ર પાસે યુનિવર્સિટી થી કાલાવડ રોડ રાજકોટખાતે યોજાશે.
આ કેમ્પનો લાભ લેવા દિવ્યાંગ વ્યકિતએ રૃબરૃ ૧. સિવિલ સર્જન પ્રમાણપત્ર, ર. બસ પાસ, ૩. યુ.આઇ.ડી. કાર્ડ,૪. આધાર કાર્ડ,પ. જન્મનો દાખલો/ સ્કુલ સર્ટી. ૬. રહેઠાણ પુરાવો-રેશનકાર્ડ/ ચૂંટણી કાર્ડ,૭. શૈક્ષણિક પ્રમાણપત્ર,૮. જાતિનો દાખલો, ૯. આવકનો દાખલો, ૧૦. પાસપોર્ટ સાઇઝનો ફોટો-૦૧ પુરાવાઓ સાથે હાજર રહેવુ.
તસ્વીરમાં જીજ્ઞેશ ગોસ્વામી, હસમુખ કોરડીયા, આલોક દલસાણીયા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:29 PM IST)










