તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
૧૫૦૦ કરોડના સાયબર ફ્રોડના ગુન્હામાં વધુ એક આરોપીને રાજકોટ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધો
મુળ પંજાબના હાલ કચ્છ સ્થિત મનજીતસિંહ ચૌહાણની ધરપકડ : રીમાન્ડ ઉપર

રાજકોટ, તા.૧૮: ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ સેલ એ દેશવ્યાપી ૧૫૦૦ કરોડના સાયબર ફ્રોડના ગુન્હાનો પદાર્ફાશ કરી અગાઉ ૧૬ આરોપીને ઝડપી લીધા બાદ વધુ એક આરોપીને ઝડપી લીધો હતો.
પડધરી પોલીસ મથકમાં નોંધાયેલ સાયબર ફ્રોડના ગુન્હામાં આરોપી મનજીતસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ રહે. તુલસીધામ પ્લોટ નં. ૧૮૫ મેઘપર બોરીયા તા. અંજાર જી. કચ્છ મુળ રહે. ખરખોડા તા. જી.સોનીપત હરીયાણા વાળા હે આ ગુન્હાના આરોપી અજય વાઢેર તથા પરેશ બુધ્ધદેવ સાથે સંપર્કમાં હોય અને આ ગુન્હાના આરોપી પરેશ બુધ્ધદેવ તથા અજય વાઢેરને બેન્કની કીટ સાથે રાજસ્થાન ભીલવાડા ખાતે બોલાવી ત્યાં હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી આરોપી મનજીતસિંહ ચૌહાણ તથા તેના સાથીદારો દલપતસિંધ રહે, રાજસ્થાન સીરોહી તથા પ્રવિણકુમાર રહે. રાજસ્થાન આબુરોડ સાથે મળી આરોપી પરેશ બુધ્ધદેવના બંધન બેન્ક વાળા બેન્ક એકાઉન્ટમાં ગેમીંગ તથા સાયબર ફ્રોડના રૂપિયાનું ત્રણ દીવસ સુધી મોટા પાયે ટ્રાન્જેકશન કરેલ અને જેમાં આશરે ૧.૫ કરોડ ફ્રોડના રૂપિયાનું ટ્રાન્જેકશન કરાવેલ છે. અને આ આરોપી પરેશ બુધ્ધદેવ દ્વારા જે બેન્ક એકાઉન્ટ આ આરોપી મનજીતસિંહ ચૌહાણનાઓને ટ્રાન્જેક્શન કરવા માટે આપેલ હતું તે બેન્ક એકાઉન્ટમાં અલગ અલગ રાજયમાંથી કુલ ૩૬ જેટલી એન.સી.સી.આર.પી.૧૯૩૦ પોર્ટલ ઉપર સાયબર ફ્રોડની અરજીઓ થયેલ છે. અને તેમાં આશરે ૮, કરોડ ૭૧ લાખ નું જુદા જુદા અરજદારો સાથે ફ્રોડ થયેલ છે જેથી આરોપી મનજીતસિંહ ચૌહાણની આ ગુન્હામાં અટકાયત કરી મજકુર આરોપીને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ ઉપર લીધેલ છે.
રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સાયબર ફ્રોડના ગુન્હાની તપાસમાં અત્યાર સુધીમાં કુલ ૩૫ જેટલી પેઢીઓ તેમજ આ પેઢીઓના બેંક એકાઉન્ટ ૬૦ ની તપાસ ચાલુ છે. ઉપરોક્ત એકાઉન્ટ ઉપર રરરફરીયાદો સાયબર ક્રાઈમ પોર્ટલ-૧૯૩૦ પર રજીસ્ટર થયેલ છે. હજુ પણ આ અંગેની તપાસમાં આ સંખ્યામાં વધારો થશે જે પૈકી ગુજરાત રાજ્યની કુલ ૨૧ ફરીયાદો નોંધાયેલ છે જેમા ૨,૯૪,૧૪,૨૮૯ રૂપીયા ની સાયબર પોર્ટલ પર રીપોટશ્નગ થયેલ છે.વધુ તપાસ ચાલુ છે. આ સંખ્યામાં વધારો થશે અન્ય રાજયની ૧૫૯ ફરીયાદો રજીસ્ટર થયેલ છે જેમા ૨૩,૬૦,૪૬,૪૧૧ રૂપીયા ની સાયબર પોર્ટલ પર રીપોટીંગ થયેલ છે.વધુ તપાસ ચાલુ છે.
આ કામગીરી વી.વી.ઓડેદરા, પોલીસ ઇન્સપેક્ટર, લોકલ ક્રાઇમ પોલીસ સ્ટેશન, આર. જે. ગોધમ, પોલીસ ઇન્સપેક્ટર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, એ. એન. કામળિયા પોલીસ સબ ઇન્સપેક્ટર, સી. બી. વાંક, પોલીસ સબ ઇન્સપેક્ટર. એમ. એન. રાઠોડ, પોલીસ સબ ઇન્સપેક્ટર, કુમારભાઇ ચૌહાણ, એ.એસ.આઇ...મેહુલભાઇ સોનરાજ પોલીસ કોન્સટેબલ, મનવીરભાઇ મિયાત્રા, હેડ કોન્સટેબલ, પ્રકાશભાઇ ડાંગર, હેડ કોન્સટેબલ, વૈભવભાઇ ગોહેલ, હેડ કોન્સટેબલ, નૈયદીપભાઈ વાણીયા પોલીસ કોન્સટેબલ, ગૌતમભાઇ પરમાર, પોલીસ કોન્સટેબલ, પુજાબેન હેરભા, પોલીસ કોન્સટેબલ, તથા વનરાજભાઈ બાવળીયા, પોલીસ કોન્સટેબલ, સાયબર ક્રાઇમ ગ્રામ્ય જોડાયા હતા.
(3:30 PM IST)










