<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

ભાયાવદરના ખૂનની કોશિષના ગુન્‍હામાં વોન્‍ટેડ રીઢો આરોપીને રાજકોટ રેન્‍જની ટીમે ઝડપી લીધો

પકડાયેલ અલીમામદ ઉર્ફે પરપટીયો શેઠા અગાઉ ૧૧ ખૂન, ખૂનની કોશિષ, મારામારી, હથિયાર અને બળાત્‍કારના ગુન્‍હામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે

 

રાજકોટ, તા. ૧પ : જિલ્લાના ભાયાવદર પો.સ્‍ટે.ના ખુનની કોશીષના ગુન્‍હામાં નાસતો-ફરતો અને અગાઉ ૧૧ જેટલા ખૂન, ખૂનની કોશીષ, મારમારી હથિયાર, બળાત્‍કારના ગુન્‍હામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા રીઢા નાસતા ફરતા આરોપીને રાજકોટ રેન્‍જની ટીમે ઝડપી લીધો હતો.

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્‍વયે રાજકોટ રેન્‍જના  પોલીસ ઇન્‍સ્‍પેકટર અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્‍જના પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા તથા સી.એમ. કાંટેલીયા અને સ્‍ટાફે રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના ભાયાવદર પો. સ્‍ટે.ના ખૂનની કોશિષના ગુન્‍હામાં   નાસતા-ફરતા આરોપી અલીમામદ ઉર્ફે પટપટીયો સ/ઓ તૈયબભાઈ ઓસમાણભાઈ શેઠા જાતે સંધિ મુસ્‍લીમ ઉ.વ.૫૫ રહે.પડવલા ગામ તા.ઉપલેટા મુળ રહે.ધારાગઢ તા.ભાણવડ જી.દેવભૂમિ દ્વારકા વાળાને ઉપલેટાના વડાળી ગામની અવાવરુ સીમ વિસ્‍તારમાંથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના ભાયાવદર પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરી એ.એસ.આઇ. કુલદીપસિહ  ચુડાસમા, વકારભાઇ આરબ હેડ  કોન્‍સ., દિવ્‍યેશ સુવા, નરેન્‍દ્રસિહ રાઠોડ તથા પો.કોન્‍સ. નિકુલભાઇ પંપાણીયા દ્વારા કરવામાં આવેલ છે.

(2:38 PM IST)