તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
રાજકોટ પી.સી.બી.નો વધુ એક સપાટો: કાલાવાડ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી રિક્ષા પકડી
મેટોડાના વિશાલ રાઠોડની ધરપકડ: પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી.બી. ત્રાજિયા, આર.કે. જાડેજા અને ટીમની કાર્યવાહી: ઘનશ્યામસિંહ ચૌહાણ, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાણાની બાતમી

રાજકોટ: શહેર પોલીસની પીસીબીની ટીમે વધુ એક સપાટો બોલાવી દારૂનો જથ્થો ભરેલી રીક્ષા પકડી છે. મેટોડાનો શખ્સ આ દારૂ સાથે પકડાયો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની સૂચનાના પગલે ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એ.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણાને મળેલી સંયુક્ત બાતમીના આધારે કાલાવાડ રોડ પર કોટેચા ચોક પાસે 'ધ વ્હાઇટ ક્રો' શો-રૂમ સામેથી એક ઓટો રિક્ષાને અટકાવવામાં આવી હતી.
તલાશી લેતા રિક્ષામાંથી મેજીક મોમેન્ટસ વોડકા અને સિગ્નેચર વ્હીસ્કીની કુલ 240 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 80,064 થાય છે. પોલીસે રિક્ષા સહિત કુલ રૂ. 2,80,064 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં વિશાલભાઇ અરૂણભાઇ રાઠોડ (રહે. મેટોડા જી.આઈ.ડી.સી.) નામના 36 વર્ષીય શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અંકીત પરમાર (રહે. મોટા મૌવા)ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ કામગીરી પીસીબીના પીઆઈ. એમ. આર. ગોંડલીયા, પીએસઆઈ પી.બી.ત્રાજીયા અને આર.કે.જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ અને ઘનશ્યામસિંહ ચૌહાણ અને
હેડકોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી અને ડ્રાઈવર જયેશભાઇ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર અને વિશાલભાઇ દવેએ કરી છે.
(6:28 PM IST)










