તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
રાજકોટ પીસીબીનો વિરાણી અઘાટમાં દરોડો: ૯.૬૪ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે હરિયાણાનો સાજીદ પકડાયો
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સૂચનાથી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઈ આર.કે. જાડેજા, પી.બી. ત્રાજિયા અને ટીમની કાર્યવાહી: કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા અને યુવરાજસિંહ રાણાની બાતમી

રાજકોટ: શહેર વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નેસ્ત નાબૂદ કરવા અને અસરકારક કામગીરી કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા સુચના આપવામાં આવી હતી. આ સુચના અન્વયે પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પો.હેડ.કોન્સ. કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા અને પો.કોન્સ. યુવરાજસિંહ રાણાને સંયુક્ત બાતમી મળી હતી કે ઢેબર રોડ વિરાણી આઘાટ ઘનશ્યામનગર શેરી નં. ૨ રોડ ઉપર એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો છે, જેના આધારે દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે સ્થળ પરથી આશરે ૩૯ વર્ષીય ડ્રાઇવિંગનો ધંધો કરતા સાજીદ આશ મહમદભાઇ (રહે. ઉમરા ગામ ગધરા થોકપટ્ટી વિસ્તાર મસ્જિદની પાસે, પોસ્ટ ઉમરા, જીલ્લો મેવાત, હરીયાણા)ને ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન પોલીસે ઓલસીઝન ગોલ્ડન કલેક્શન વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ના કુલ ૨૮૮૦ 'ચપલા' કિંમત રૂ. ૯,૫૪,૮૦૦, ટાટા ટ્રક GJ.36.T.B.1515 કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦ અને ૧ મોબાઈલ ફોન કિંમત રૂ. ૫,૦૦૦ મળી કુલ રૂ. ૧૯,૫૯,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કામગીરી પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, પો.હેડ.કોન્સ. કિરસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયકુમાર રૂપાપરા તેમજ પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને હરપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
(7:00 PM IST)










