તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
લાપાસરીમાં રાજકોટ પીસીબીનો દરોડો: બલેનો કારમાંથી રૂ. ૧.૩૪ લાખના દારૂના જથ્થા સાથે રવિ સબાડ પકડાયો
પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા અને ટીમનો દરોડો: કુલદીપસિંહ, વીજયભાઈ, યુવરાજસિંહની બાતમી

રાજકોટ: શહેરમાં દારૂબંધીના નિયમોનું કડકપણે પાલન કરાવવા અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર આકરી નજર રાખવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ આપેલા સ્પષ્ટ આદેશો બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જેના ભાગરૂપે પીસીબીની ટીમે લાપાસરી ગામની સીમમાંથી મારૂતિ બલેનો કારમાં વિદેશી દારૂની ખેપ મારવા નીકળેલા એક બુટલેગરને દબોચી લીધો છે.
પી.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર એમ.આર. ગોંડલીયાના સીધા માર્ગદર્શન હેઠળ ટીમના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પો.હેડ.કોન્સ. કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા અને પો.કોન્સ. યુવરાજસિંહ રાણાને ચોક્કસ બાતમી મળી હતી કે લાપાસરી ગામ નજીક આવેલ શિવ ફાર્મ પાસેની ખાણમાં એક કારમાં દારૂનો મોટો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર સરપ્રાઈઝ દરોડો પાડી કાર સાથે આરોપીને કોર્ડન કરી લીધો હતો.
પોલીસે બલેનો કાર નંબર GJ-03-JC-0116 માંથી રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૯૬ નંગ બોટલો કિંમત રૂ. ૧,૩૪,૪૦૦ શોધી કાઢી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે રૂ. ૫ લાખની કિંમતની બલેનો કાર અને એક મોબાઈલ ફોન મળીને કુલ રૂ. ૬,૩૯,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે મૂળ જામનગરના કાલાવાડના બજરંગપુરના વતની અને હાલ નાકરાવાડી સરકારી શાળા પાસે રહેતા ૩૨ વર્ષીય રવી ભવાનભાઈ સબાડની સ્થળ પરથી જ અટકાયત કરવામાં આવી હતી. ઝડપાયેલો આરોપી રવી સબાડ કાચો ખેલાડી નથી પણ અગાઉ પણ દારૂના ધંધામાં સંકળાયેલો રીઢો આરોપી છે. પોલીસ રેકોર્ડ તપાસતા સામે આવ્યું છે કે તેની સામે અગાઉ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, આજીડેમ પોલીસ સ્ટેશન અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
આ દરોડાની કામગીરીમાં પી.સી.બી. પી.આઈ. એમ.આર. ગોંડલીયા અને પી.એસ.આઈ. પી.બી. ત્રાજિયા તથા આર.કે. જાડેજા સાથે એ.એસ.આઈ. મયુરભાઈ, સંતોષભાઈ, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ, વિરેન્દ્રસિંહ, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ, વિજયભાઈ મેતા, ઉમેશભાઈ, દિલીપભાઈ બોરીચા, રાહુલગીરી, નગીનભાઈ, હિરેનભાઈ, પ્રદીપસિંહ તેમજ કોન્સ્ટેબલ યુવરાજસિંહ, દેવરાજભાઈ, વાલજીભાઈ, હિરેન્દ્રસિંહ, વિશાલભાઈ અને જયેશભાઈ ગઢવીએ કરી છે
(2:38 PM IST)










