<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

રાજકોટ નોટરી એસો.ના નવા હોદેદારોની બિનહરીફ વરણી : પ્રમુખપદે પ્રકાશસિંહ ગોહિલ

કાર્યકારી પ્રમુખ યોગેશ ઉદાણી, ઉપપ્રમુખ વિજય તોગડીયા, પંકજ દોંગા, હસમુખ જોષી, સેક્રેટરી દિલીપ મેહતા, જો.સેક્રેટરી જીતેન્‍દ્રગીરી ગોસ્‍વામી, દિનેશ પમનાણી, પરાગ શાહ, રમેશ ભંડેરી સહિતના વકીલોની વરણીઃ નોટરી વકીલોને પડતી મુશ્‍કેલીઓ પ્રશ્ને એસોસીએશનની યશસ્‍વી કામગીરીઃ સમાજ માટેનોટરી વકીલોની કામગીરી ખુબ જ અગત્‍યની છે

રાજકોટઃ રાજકોટ નોટરી એસો.ના તથા હોદેદારોની બીનહરીફ વરણી કરવામાં આવી છે. આજે ‘અકિલા' પ્રેસની મુલાકાત દરમ્‍યાન પ્રમુખ પ્રકાશસિંહ ગોહીલ મંત્રી દિલીપ મેહતા કાર્યકારી પ્રમુખ યોગેશ ઉદાણીએ નોટરીઓને લગતા પ્રશ્નોની માહીતી આપી હતી. તસ્‍વીરમાં નોટરી વકિલોના હોદેદારો સાથે ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, પત્રકાર નયનભાઇ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભીજીત બગરથીયા)

રાજકોટ, તા., ૨૨ : રાજકોટ શહેર નોટરી એસોસિએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, યોગેશ ઉદાણી, ઉપપ્રમુખ વિજય તોગડિયા સહિતનાએ રાજકોટ શહેર નોટરી એસોસિએશનમાં નવા હોદેદારોની નિમણૂક કરેલ છે. જેમાં   પ્રમુખ પદે ફરી પ્રકાશસિંહ ગોહીલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

રાજકોટ શહેર નોટરી એસોસિએશનમાં ૫૦૦ થી વધુ નોટરીઓનું સંગઠન બળ ધરાવે છે. છે. અને નોટરીઓના પ્રશ્ને સતત જાગળત રહેતા એસોસિએશનમાં પ્રમુખમાં પ્રકાશસિંહ ગોહીલ, ઉપપ્રમુખ તરીકે વિજય તોગડિયા, પંકજ દોંગા, હસમુખ જોશી, કેતન મંડ સહિતનાની સર્વાનુમતે નિમણૂક થયેલ છે.

આ એસોસિએશનના સેક્રેટરી તરીકે દિલીપ મહેતાની સર્વાનુમતે નિમણૂક કરેલ છે. જોઇન્‍ટ સેક્રેટરી તરીકે જિતેન્‍દ્રગીરી ગોસ્‍વામી, દિનેશ પમલાણી, અજય પીપળીયા સંગઠન મંત્રી તરીકે રાજભા ગોહિલ, પરાગ શાહ, હાર્દિક વેકરીયા, સહ સંગઠન મંત્રી તરીકે અશોક ત્રાંબડિયા, ભરત હિરાણી, ખજાનચી, રાજેશ પૂર્ણવૈરાગી, સહ ખજાનચી રજનીકાંત ગજેરા, રમેશ ભંડેરી આ તમામની પણ સર્વાનુમતે નિમણૂક થયેલ છે.

આ ઉપરાંત કાર્યાલય મંત્રી તરીકે એન. ડી. જેઠવા, વિજય દવે, આઈ. ટી. ઇન્‍ચાર્જ કિશન વાલવા, મીડિયા ઇન્‍ચાર્જ સમીર રાણીંગા, સોશિયલ મીડિયા ધર્મેન્‍દ્ર જરીયા તથા કારોબારી મેમ્‍બરો તરીકે (૧) સરજુદાસ દુધરેજીયા, (૨) હસમુખ સોલંકી, (૩) આશિત સોનપાલ, (૪) ગોપાલ ભલાણી, (૫) મુકેશ ત્રાંબડિયા, (૬) મનીષ ચૌહાણ, (૭) હસમુખ તરપદા, (૮) ભાર્ગવ પંડયા, (૯) દિલીપ ગાંગાણી, (૧૦) ધર્મેન્‍દ્ર ટાંક (૧૧) નીશાબેન લુણાગરીયા, (૧૨) બીનલબેન રવેશીયા, (૧૩) બીનલબેન મહેતા, (૧૪) મીનુરાબેન પઠાણ, (૧૫) મુનીરાબેન સૈયદ, (૧) પૂર્વ બી. સી. આઈ. ના મેમ્‍બર અને બી.સી.જી. ના કો. ચેરમેન શ્રી દિલીપભાઈ પટેલ તેમજ સલાહકાર સમિતિ તરીકે (૨) જયંતભાઈ ગાંગાણી, (૩) બિપીન ગાંધી, (૪) ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, (૫) ભરતભાઈ આહયા, (૬) હિતેશભાઈ દવે, (૭) રમેશભાઈ કથીરીયા, (૮) પરેશભાઈ મારૂ, (૯) સુમીત વોરાની નિમણૂક કરેલ છે.

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતનાં પૂર્વ ચેરમેન દિલીપ પટેલ રાજકોટ બારના પ્રમુખ સુમિત વોરા, નિલેશ પટેલ, જયેન્‍દ્ર ગોંડલીયા, પ્રગતિ માકડીયા, કેતન મંડ, સ્‍તવન મહેતા, ભાર્ગવ પંડ્‍યા, વિજય રૈયાણી, નિશા લુણાગરિયા, સંજય ડાંગર, અશ્વિન રામાણી, કલ્‍પેશ સાકરીયા, મીનલબેન સોનપાલ, રક્ષાબેન ઉપાધ્‍યાય, હસમુખ સાગઠીયા તેમજ રેવન્‍યુબારના પ્રમુખ રમેશભાઈ કથીરિયા, આનંદ જોશી, ગિરિરાજસિંહ જાડેજા, ક્‍લેઇમ બારના પ્રમુખ નિકુંજ શુક્‍લ, રાજેશ મહેતા સહિતના તમામ નવા નિયુક્‍ત હોદેદારોને શુભેચ્‍છા પાઠવેલ હતી.

અકિલા સાથેની મુલાકાત દરમિયાન પ્રમુખ શ્રી પ્રકાશસિંહ ગોહીલ તથા મંત્રી દિલીપભાઇ મહેતાએ જણાવેલ કે નોટરી વકીલોની કામગીરી પ્રજા માટે છે. આ એક જટીલ પ્રકારની કામગીરી હોય વકીલો કાયદાની સમજના આધારે કામગીરી કરતા હોય છે. નોટરી વકીલોની કામગીરી પ્રશ્ને નોટરી એસો.ની ભુમીકા ખુબ જ મહત્‍વની રહે છે. કોઇ પણ પ્રશ્નો ઉભા થાય ત્‍યારે નોટરી વકીલોના સભ્‍યો માટે નોટરી એસો. દવારા સરકારી ડીપાર્ટમેન્‍ટમા રજુઆત કરી પ્રશ્નોનો નિવેડો લેવામાં આવે છે. રાજકોટ નોટરી એસો.ના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

(11:51 AM IST)