<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

રાજકોટ મહાનગરપાલિકા-જીલ્લા-તાલૂકા પંચાયત ચુંટણી પાછળ તંત્રને ૬ કરોડ ૯૦ લાખનો ખર્ચઃ ગ્રાંટ આવી જતા ચૂકવણા શરૂ

કોર્પોરેશન ચૂંટણી પાછળ ૩ કરોડ ૪ લાખ તો જીલ્લા-તાલૂકા પંચાયત ચૂંટણી પાછળ ૩ કરોડ ૮૬ લાખનો ખર્ચ.. : મહાનગરપાલીકા ચૂંટણીનો ખર્ચ રાજકોટ કોર્પોરેશન ભોગવશેઃ જીલ્લા- પંચાયત અંગે વિકાસ કમિશ્‍નરે ગ્રાંટ ફાળવી ૧૮મીએ લેન્‍ડગ્રેબીંગઃ ૫૫ કેસોમાં સૂનાવણી..

રાજકોટ, તા.૧૧: રાજકોટ મહાનગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણીઓનો  મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના તાલુકા પંચાયત આ ત્રણેય મહત્‍વની સંસ્‍થાઓની ચૂંટણી પ્રક્રિયા પાછળ કુલ રૂ. ૬ કરોડ ૯૦ લાખનો  ખર્ચ થયો હોવાનું કલેક્‍ટર કચેરીના અધિકારી સૂત્રોએ જણાવ્‍યું છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી ખર્ચ મહાનગરપાલિકા પાસેથી ગ્રાન્‍ટ લેવામાં આવશે. ે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ગ્રાન્‍ટ વિકાસ કમિશનર દ્વારા ગ્રાન્‍ટની ફાળવણી કરી દેવામાં આવતા હવે બાકી લેણાં ચૂકવવાની શરૂ કરવામાં આવી છે.  તમામ RO-ARO દ્વારા હિસાબો કરી આજથી ખર્ચની ચૂકવણી કરી રહયા છે.

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વહીવટી તંત્ર દ્વારા કુલ ૧૦૧૪ બુથ તૈયાર કરવામાં આવ્‍યા હતા. સત્તાવાર આંકડા મુજબ, દરેક બુથ દીઠ અંદાજે ૩૦,૦૦૦નો ખર્ચ થયો છે. આમ, મનપાની ચૂંટણી પ્રક્રિયા પાછળ કુલ ૩ કરોડ ૪ લાખનો ખર્ચ થયો છે. આ તમામ ખર્ચ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભોગવવામાં આવશે અને તે માટેની ગ્રાન્‍ટની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.

બીજી તરફ, રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના આંકડા પણ સામે આવ્‍યા છે. જિલ્લામાં કુલ ૧૪૫૪ બુથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અહીં બુથ દીઠ ૨૬,૬૦૦ની ચુકવણી કરવામાં આવી છે. સમગ્ર ચૂંટણીનો કુલ ખર્ચ ૩ કરોડ ૪૬ લાખ નોંધાયો છે. આ ખર્ચ પેટે વિકાસ કમિશનર દ્વારા સંપૂર્ણ ગ્રાન્‍ટ ફાળવી દેવામાં આવી છે.

 મતદાન મથકો પર મંડપ સર્વિસ, પીવાના પાણીની વ્‍યવસ્‍થા અને સ્‍ટાફ માટે ભોજન. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓની તાલીમ, મતદાનના દિવસે રોકાયેલા સ્‍ટાફનું મહેનતાણું અને અન્‍ય ભથ્‍થાં વિગેરેનો સમાવેશ થાય છે.

મહાનગરપાલિકા અને વિકાસ કમિશનર તરફથી ગ્રાન્‍ટ મળી જતાં કલેક્‍ટર તંત્ર દ્વારા તમામ ૧૮ વોર્ડના રિર્ટનિંગ ઓફિસર  ને રકમ ટ્રાન્‍સફર કરી દેવામાં આવી છે. આજથી જ મોટા બિલો, મંડપ-ભોજનના કોન્‍ટ્રાક્‍ટરો અને અન્‍ય પરચૂરણ ખર્ચના પેમેન્‍ટ્‍સ શરૂ કરી દેવાયા છે. તંત્રના જણાવ્‍યા અનુસાર, માર્ચ મહિનો પૂર્ણ થાય તે પહેલા તમામ લેણાં ચૂકવીને હિસાબ પૂર્ણ કરી દેવામાં આવશે.

દરમિયાન આગામી ૧૮મીએ કલેકટરના અધ્‍યક્ષપદે લેન્‍ડગ્રેબીંગ કમિટીની બેઠક મળશે, જેમાં ૫૫ કેસો અંગે સૂનાવણી હાથ ધરાશે, ૧૨ થી ૧૫ જેટલી અરજદારોને સૂનાવણી અર્થે રૂબરૂ બોલવાયા છે, શહેર-જીલ્લામાં કુલ ૩ થી ૪ સામે ફોજદારીની શકયતા રહેલી છે

 

(3:05 PM IST)