<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

રાજકોટ મ્‍યુનિ.કમિશનર તુષાર સુમેરા મસૂરી ટ્રેનિંગમાં

રાજકોટ, તા. ૧૧: મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આજથી ૬ જૂન સુધી મસૂરી ખાતે આઇએએસ અધિકારીઓ માટે યોજાનારી ફરજિયાત ફેઝ-૩ ટ્રેનિંગમાં હાજરી આપશે. ટ્રેનિંગ દરમિયાન તેઓ રાજકોટ મહાનગરપાલિકાની નિયમિત વહીવટી જવાબદારીથી દૂર રહેશે. જોકે, હજુ સુધી તેમના સ્‍થાને ચાર્જ કોને સોંપવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મનપા લોબીમં ચાર્જ અંગે ચર્ચા ચાલી રહી છે અને ટુંક સમયમાં નિર્ણય જાહેર થવાની શકયતા છે.

(3:41 PM IST)