તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Wednesday, 15th April 2026
રાજકોટ મશીનરી સ્પેર સપ્લાય એસોસીએશન દ્વારા સ્નેહમિલન - વાર્ષિક સભા - નવી ટીમની વરણી

રાજકોટ : રાજકોટ મશીનરી સ્પેર સપ્લાય એસોસીએશન દ્વારા નવા નાણાકીય વર્ષ ૨૦૨૬ને આવકારવા માટે એન્યુઅલ જનરલ મીટિંગ, સ્નેહમિલન અને પારિવારિક ગેટ-ટુ-ગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વર્ષ ૨૦૨૬ માટે સંસ્થાના નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ સમીરભાઈ એસ. ચંદે (ગોપાલ એન્ટરપ્રાઇઝ), ઉપપ્રમુખ રામજીભાઈ લાડાણી (માઈક્રો બેરીંગ કોર્પો.), માનદ મંત્રી અશ્વિનભાઈ સી. પટેલ (ગીતા એન્જી. કોર્પો.), સહમંત્રી વિનોદભાઈ અકબરી (ક્રિશન મેન્યુફેક્ચર્સ), ટ્રેઝરર પરેશભાઈ અઢીયા (સપના સેલ્સ કોર્પો.) તેમજ કારોબારી સભ્ય તરીકે ઈશ્વરભાઈ ભ્રાંભોલીયા (જયંત બેરીંગ), પિયુષભાઈ પટેલ (કિરીટ એન્જી. કોર્પો.), મુકેશભાઈ પાંભર (સહજાનંદ એન્જી. વર્ક્સ), રાજેશભાઈ અઢીયા (જલારામ ટ્રેડિંગ કાં.), ચેતનભાઈ ગણાત્રા (મારુતિ સેલ્સ એજન્સી), સુનીલભાઈ ત્રાંબડીયા (સ્વસ્તિક એન્જીનીયરીંગ) અને નિલેશભાઈ કોટેચા (અંબિકા સ્પાર્સ)ના નામની જાહેરાત કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત શ્રીમતી ગીતાબેન પટેલ અને શ્રીમતી રીટાબેન પટેલે પ્રાર્થનાથી કરેલ. આ અવસરે સભ્યો અને તેમના પરિવાર માટે ‘તોલ, મોલ કે બોલ' જેવી જ્ઞાનવર્ધક અને મનોરંજક રમતોનું આયોજન પરેશભાઈ અઢીયા અને શ્રીમતી સેજલબેન અઢીયા, શ્રીમતી મેઘાબેન અઢીયા તથા શ્રીમતી કિરણબેન ગણાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું. વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. તેમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવાયું છે.
(3:58 PM IST)










