<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

રાજકોટ લોકમેળોઃ સફાઇ કર્મચારીના હસ્‍તે ઉદ્‌ઘાટનઃ પોલીસ તંત્રે હજુ ૮ રાઇડને મંજૂરી આપીઃ પ્રથમ દિવસે ૧ લાખ લોકોની મોજ

લોકમેળો એ સંસ્‍કૃતિનું જીવંત પ્રતિબિંબ, પરંપરાનું ગૌરવ, એકતા-ભાઇચારાનો ઉત્‍સવ : ર૦ વર્ષમાં મુખ્‍યમંત્રી રાહત ફંડમાં મેળાની આવકમાંથી પાા કરોડથી વધુ અપાયા

રાજકોટ, તા.૩:  રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે શ્રી કળષ્‍ણ જન્‍માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે આયોજિત ‘‘વિરાસતથી વિકાસ લોકમેળા - ૨૦૨૬''નું ગઇકાલે મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી શ્રી ગલાલબેન મકવાણાના હસ્‍તે, ધારાસભ્‍યો શ્રી રમેશભાઈ ટીલાળા અને  ડો. મહેન્‍દ્રભાઈ પાડલીયા સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાળાએ શ્રી કળષ્‍ણ જન્‍માષ્ટમીની શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું હતું કે, રાજકોટનો લોકમેળો એ માત્ર મનોરંજનનું માધ્‍યમ નથી પરંતુ તે સૌરાષ્‍ટ્રની સંસ્‍કળતિનું જીવંત પ્રતિબિંબ, પરંપરાનું ગૌરવ તેમજ એકતા તથા ભાઈચારાનો ઉત્‍સવ છે. અહીંની લોકકળા, લોકસંગીત, રાસ-ગરબા, હસ્‍તકળા અને પરંપરાગત રમતોમાં આપણી માટીની સુગંધ વણાયેલી છે, જ્‍યાં જૂની પરંપરાઓ અને નવી પેઢીનો સુંદર સંગમ જોવા મળે છે. 

લોકમેળાના ઉદઘાટન પ્રસંગે મહાનુભાવો અને નાગરિકોનું સ્‍વાગત કરતાં રાજકોટ જિલ્લા કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્‍યું હતું કે, મેળાનું ઉદ્‌ઘાટન રાજકોટ મહાનગરપાલિકાના સફાઈકર્મી બહેન દ્વારા કરવામાં આવ્‍યું છે. આ વર્ષે લોકમેળામાં લોકોની સુખાકારી તેમજ સલામતી માટે પીવાના પાણીની વ્‍યવસ્‍થા, કાયદો વ્‍યવસ્‍થા માટે મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્‍ત, ફાયર ફાઈટર, એમ્‍બ્‍યુલન્‍સ, મેડિકલ ટીમ, ભીડ વ્‍યવસ્‍થા તથા સર્વેલન્‍સ માટે રિયલ ટાઈમ એ.આઈ. બેઝ્‌ડ ક્રાઉડ મેનેજમેન્‍ટ માટે ડ્રોન સહિતની સઘન વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

કલેક્‍ટરશ્રીએ ઉમેર્યું હતું કે, લોકમેળાની આવકમાંથી ૨૫ ટકા રકમ મુખ્‍યમંત્રી રાહતફંડમાં આપવામાં આવે છે, જે અંતર્ગત છેલ્લા ૨૦ વર્ષમાં અંદાજે રૂ. ૫.૬૬ કરોડથી વધુની રકમ રાહતફંડમાં જમા કરાવવામાં આવી છે. કલેક્‍ટર લોકમેળાનો ઉત્‍સાહભેર આનંદ માણવા નાગરિકોને નિમંત્રણ પાઠવ્‍યું હતું.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર આયોજિત લોકમેળાના ઉદ્ધાટન કાર્યક્રમમાં આ વર્ષે લોકમેળાનું નામ ‘‘વિરાસતથી વિકાસ-૨૦૨૬'' સૂચવનારા શ્રી અજયભાઈ રતિભાઈ કુકડીયાને પ્રશસ્‍તિ પત્ર આપીને તેમનું સન્‍માન કરાયું હતું. નિવાસી અધિક કલેક્‍ટર શ્રી જે. એચ. બારોટે શાબ્‍દિક સ્‍વાગત કરતા આ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં મુખ્‍ય આકર્ષણનું કેન્‍દ્ર નેવી બેન્‍ડ પર્ફોમન્‍સ હતું, જેના કારણે સમગ્ર માહોલમાં દેશભક્‍તિનો નાદ ગુંજ્‍યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ  સંજયભાઈ પીપળીયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સામતભાઈ બાંભવા, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, ઇન્‍ડિયન નેવી કેપ્‍ટન શ્રીજીત નાયર, ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવા અને રાકેશ દેસાઈ, પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા સહિત અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

દરમિયાન મેળામાં ગઇકાલે પ્રથમ દિવસે લોકો ઉમટી પડયા પરંતુ માત્ર ૬ રાઇડ ચાલુ હોય ઉત્‍સવઘેલી પ્રજા ભારે નિરાશ થઇ હતી, રાજકોટ પોલીસ તંત્રે ૩૪માંથી મોડી રાત સુધીમાં ૮ મોટી રાઇડને મંજૂરી આપી છે, આજે અન્‍ય રાઇડને બપોર સુધીમાં મંજૂરી આપી દેવાશે તેમ કમિટીના સૂત્રોએ ઉમેર્યું હતું, પ્રથમ દિવસે ૧ લાખ લોકો ઉમટી પડયા હતા, ખાણી પીણી-આઇસ્‍ક્રીમ તથા જેલના કેદીઓના ભજીયાની સ્‍ટોલમાં તડાકો પડી ગયો હતો, લોકો માત્ર અર્ધા કલાકમાં ર૦ કિલો ભજીયા દાબી ગયા હતા

(2:11 PM IST)