તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 21st April 2026
રાજકોટ લોહાણા મહાજન દ્વારા કાલે સર્વપક્ષીય રઘુવંશી ઉમેદવાર પરિચય કાર્યક્રમ યોજાશેઃ તડામાર તૈયારી
મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે નૈતિક-સામાજીક ફરજના ભાગરૂપે જ્ઞાતિની માતૃસંસ્થા : * ઉમેદવારોને પ્રોત્સાહન આપવા રાત્રે ૮ વાગ્યે જનકલ્યાણ હોલ ખાતે વિવિધ પક્ષોના પાંચ રઘુવંશી ઉમેદવારો વર્ષાબેન પાંધી, દક્ષાબેન વસાણી, નીતાબેન લાલ, અતુલભાઇ રાજાણી અને પરેશભાઇ શીંગાળાની સામાજીક-સેવાકીય-ધાર્મિક પ્રવૃતિઓને સમાજ ઉત્કર્ષના ભાગરૂપે જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં સન્માન કરાશે * રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા રઘુવંશી ઉમેદવારોને અમુલ્ય નિર્ણાયક પ્રોત્સાહન

રાજકોટ, તા., ર૧: સમગ્ર ગુજરાતમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે રાજકોટ મહાનગર પાલીકાની ચુંટણી સંદર્ભે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન અને જ્ઞાતિની માતૃસંસ્થા રાજકોટ લોહાણા મહાજન દ્વારા આવતીકાલે બુધવારે રાત્રે ૮ વાગ્યે જનકલ્યાણ હોલ, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ ખાતે સર્વપક્ષીય રઘુવંશી ઉમેદવાર પરીચય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિવિધ રાજકીય પક્ષોના રઘુવંશી ઉમેદવારોને પ્રોત્સાહન આપવા ભારે ઉત્સાહ પ્રવર્તે છે. સમગ્ર શહેરમાંથી જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉમટી પડશે. જ્ઞાતિની માતૃસંસ્થા રાજકોટ લોહાણા મહાજન દ્વારા નૈતીક-સામાજીક ફરજના ભાગરૂપે રાજકોટના રઘુવંશી સમાજનું ગૌરવ વધારનારા અને જનભાગીદારી દ્વારા સમાજ ઉત્કર્ષ માટે કામ કરનારા પ્રતિભાશાળી રઘુવંશીઓ કે જેઓ ર૬ એપ્રિલ ર૦ર૬ના રોજ યોજાનાર રાજકોટ મહાનગર પાલીકાની ચુંટણી લડી રહયા છે. તેઓના પરીચય સાથે તેમનું અદકેરૂ સન્માન કરવામાં આવશે.
વિવિધ રાજકીય પક્ષોમાંથી કુલ પાંચ રઘુવંશી ઉમેદવારો આ વખતે રાજકોટ મહાનગરપાલીકાની ચુંટણી લડી રહયા છે. જેમાં શ્રીમતી વર્ષાબેન પાંધી (વોર્ડ નં. ૭, ભાજપ) શ્રીમતી દક્ષાબેન વસાણી (વોર્ડ નં. ૯ ભાજપ) શ્રીમતી નીતાબેન લાલ (વોર્ડ નં. ૧૦ ભાજપ) શ્રી અતુલભાઇ રાજાણી (વોર્ડ નં. ૩ કોંગ્રેસ) તથા શ્રી પરેશભાઇ શીંગાળા (વોર્ડ ન. ૭ આપ)નો સમાવેશ થાય છે. આવતીકાલના પરીચય કાર્યક્રમમાં તમામ રઘુવંશી ઉમેદવારોની સામાજીક-સેવાકીય-ધાર્મિક પ્રવૃતિઓને સમાજ ઉત્કર્ષના ભાગરૂપે જ્ઞાતિજનો સમક્ષ મુકવામાં આવશે. સાથે-સાથે જ્ઞાતિજનોની વિશાળ હાજરીમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા રઘુવંશી ઉમેદવારોને ભાવભીનું પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવશે. જ્ઞાતી એકતા અને જ્ઞાતિ સંગઠન ઉપર પણ ભાર મુકવામાં આવશે.
રઘુવંશી ઉમેદવાર પરીચય કાર્યક્રમ સંદર્ભે તમામ ઉમેદવારોને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતી રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, હિરેનભાઇ ખખ્ખર, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનીષભાઇ ખખ્ખર, ડો.જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતી રીટાબેન કુંડલીયા, શ્રીમતી અલ્પાબેન બરછા, શ્રીમતી અલ્કાબેન પુજારા, શ્રીમતી નિકીતાબેન નથવાણી, શ્રીમતી ભાવીનીબેન ખખ્ખર, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતી સીમાબેન રાજદેવ સહિતની સમગ્ર ટીમ દ્વારા શુભેચ્છા પ્રાપ્ત થઇ રહી છે
(2:42 PM IST)










