News of Saturday, 14th November 2026
રાજકોટ લોહાણા મહાજન આયોજીત સ્નેહમિલન મોકુફ : હવે શનિવારે ર૧ નવેમ્બરના રોજ યોજાશે

રાજકોટ, તા., ૧૪ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા આજ રોજ તા. ૧૪-૧૧-ર૦ર૬ શનિવારના રોજ સાંજે ૬.૩૦ વાગ્યે જનકલ્યાણ હોલ, રાજકોટ ખાતે સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો.
જે મોકુફ રાખીને હવે તા.ર૧ નવેમ્બર શનિવારના રોજ સાંજે ૬.૩૦ વાગ્યે જનકલ્યાણ હોલ રાજકોટ ખાતે રાખેવામાં આવ્યો હોવાનું રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇની યાદીમાં જણાવાયું છે.
રાજકોટની પી.ડી.એમ. કોલેજના પુર્વ પ્રિન્સીપાલ અને રઘુવંશી અગ્રણી રતુભાઇ શીંગાળાના દુઃખદ અવસાનને કારણે આજ રોજ તેમની પ્રાર્થનાસભા હોય, રાજકોટ લોહાણા મહાજન દ્વારા マદયપુર્વક શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી છે અને આજનો સ્નેહમિલમન સમારોહ મોકુફ રાખવાનો નિર્ણય રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ સહિત સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા લેવામાં આવ્યો છે જેની સહુને નોંધ લેવા વિનંતી.
(4:08 PM IST)










