News of Tuesday, 20th October 2026
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ‘ગરબાનો ગુંજારવ': રાસ-ગરબા સાથે પ્રાચીન સંસ્કૃતિ આબેહૂબ ઉજાગર થઇ
ધોળકીયા સ્કૂલ્સની બાલિકાઓએ અદભુત રીતે કલા પ્રસ્તુતિ કરીઃ જ્ઞાતિજનો મંત્રમુગ્ધ : પવિત્ર માહોલમાં માંડવી રાસ, મોગલ રાસ, દીવડા રાસ, ત્રિશુલ રાસ, ટીપ્પણી રાસની સાથે-સાથે રાંદલમાં, ખોડીયાર માં, મોગલ માં, મહાપ્રભુજી- ઠાકોરજીના દર્શન કરીને લોકો ધન્ય બન્યાઃ કૃષ્ણકાંતભાઇ ધોળકીયા અને જીતુભાઇ ધોળકીયાની વિશેષ હાજરીઃ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા અદકેરૂ-અલોૈકીક આયોજનઃ ‘પરિવાર નોંધણી' માટે પણ અપીલ કરવામાં આવીઃ મહાનુભાવોની હાજરી

રાજકોટ લોહાણા મહાજન આયોજીત પ્રાચીન રાસ-ગરબાના કાર્યક્રમમાં દિપ પ્રાગટય કરી રહેલા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, ધોળકીયા સ્કુલ્સના સંચાલકો શ્રી કૃષ્ણકાંતભાઇ તથા શ્રી જીતુભાઇ ધોળકીયા તસ્વીરમાં નજરે પડે છે. સાથે-સાથે રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, હરીશભાઇ લાખાણી, ડો.પરાગભાઇ દેવાણી, ડો.જનકભાઇ ઠક્કર, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ નિકિતાબેન નથવાણી, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર તથા સંચાલન સંભાળતા લોહાણા મહાજન મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક અને ડો.ભાવનાબેન શીંગાળા દ્રશ્યમાન થાય છે. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ દંડક અને ભાજપ અગ્રણી શ્રી મનિષભાઇ રાડીયા, શ્રી નરેન્દ્રભાઇ નથવાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી મેહુલભાઇ નથવાણી, યોગેશભાઇ જસાણી, કલ્પેશભાઇ ગણાત્રા, ડો.ત્રિશાંતભાઇ ચોટાઇ, કોંગ્રેસ અગ્રણી શ્રી સંજયભાઇ લાખાણી, શ્રીમતિ સ્નેહાબેન પોબારૂ, ડો.નિશિતાબેન ચોટાઇ, શ્રીમતિ રીટાબેન પુજારા, શ્રીમતિ મીનાબેન લાખાણી સહિતના મહાનુભાવો વિશાળ ઓડીયન્સ સાથે નજરે પડે છે. મહારાણી માં મોગલ માં, ખોડીયાર માં, રાંદલ માંના વેશભુષા સાથે અદભુત રીતે પ્રાચીન રાસ-ગરબાની વિવિધ કૃતિઓ રજુ કરતી ધોળકીયા સ્કુલ્સ, રાજકોટની શકિત સ્વરૂપ બાલિકાઓ જોઇ શકાય છે. ઇન્સેટ તસ્વીરમાં શ્રી રાજુભાઇ પોબારૂ અને ડો.નિશાંતભાઇ ચોટાઇ નજરે પડે છે.(૨.૨)
રાજકોટ તા. ર૦ :.. માતાજીની આરાધનાના પવિત્ર તહેવાર નવરાત્રી દરમ્યાન મા અંબાના આશીર્વાદથી વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા ‘ગરબાનો ગુંજારવ' શીર્ષક હેઠળ પ્રાચીન રાસ-ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજવામામં આવ્યો હતો, જેમાં રાસ-ગરબાની રમઝટ સાથે આબેહૂબ પ્રાચીન સંસ્કૃતિ ઉજાગર થઇ હતી. ધોળકીયા સ્કૂલ્સ, રાજકોટની શકિત સ્વરૂપ બાલિકાઓએ વિવિધ ગરબા-કૃતિઓ દરમ્યાન અદ્્ભૂત રીતે કલા પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમ દરમ્યાન પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે હાજર રહેલ સેંકડો પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની ગયા હતા. હૃદયસ્પર્શી પ્રાચીન રાસ-ગરબાને કારણે સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું.
અકિલા પરિવારના મોભી, શ્રી કિરીટભાઇ ગણાત્રાએ રાજીપો વ્યકત કરી કાર્યક્રમની સફળતા માટે અંતરની શુભેચ્છા પાઠવી હતી.
પવિત્ર માહોલમાં બાલિકાઓ દ્વારા માંડવી રાસ, મોગલ રાસ, દીવડા રાસ, ત્રિશુલ રાસ, ટીપ્પણી રાસની સાથે - સાથે બાલિકાઓએ રાંદલ મા, ખોડીયાર મા, મોગલ મા, પૂ. જલારામ બાપા, મહાપ્રભુજી-ઠાકોરજીની વેશભૂષામાં ઓડીટોરીયમમાં ભ્રમણ કર્યુ હતું. જેના દર્શન કરીને ઉપસ્થિત સેંકડો લોકો ધન્ય બની ગયા હતાં. એક થી એક ચઢીયાતી ગરબા-કૃતિઓ શીસ્ત અને ચીવટપૂર્વક ખરા ભાવ સાથે રજુ કરવામાં આવી હતી. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ધોળકીયા સ્કૂલ્સના સંચાલકો શ્રી કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, શ્રી જીતુભાઇ ધોળકીયા, રઘુવંશી અગ્રણીઓ શ્રી છબીલભાઇ પોબારૂ, શ્રી મનિષભાઇ રાડીયા (પૂર્વ દંડક-રાજકોટ, મહાનગરપાલિકા), શ્રી નરેન્દ્રભાઇ નથવાણી, શ્રી જીતુભાઇ ચંદારાણા (વાઇસ ચેરમેન -મારવાડી યુનિવર્સિટી), વિણાબેન પાંધી, ઇન્દિરાબેન શીંગાળા, શ્રીમતિ રીટાબેન પુજારા, શ્રી યોગેશભાઇ જસાણી, જશુબેન વસાણી, કલ્પેશભાઇ ગણાત્રા, શ્રી સંજયભાઇ લાખાણી, શ્રી રમણભાઇ કોટક, શ્રી નિલેશભાઇ ચંદારાણા, અશોકભાઇ હિન્ડોચા, પ્રકાશભાઇ સૂચક, ઘનશ્યામભાઇ રાચ્છ, તૃપ્તિબેન રાજવીર, શ્રીમતિ સ્નેહાબેન પોબારૂ, ડો. નિશિતાબેન ચોટાઇ, શ્રીમતિ મીનાબેન લાખાણી, શ્રીમતિ જુલીબેન દેવાણી, શ્રી નટુભાઇ કોટક, સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિત રહી હતી.
સમગ્ર જ્ઞાતિનો ડેટા બેઇઝ વર્તમાન સમયની જરૂરીયાત હોય, રાજકોટ લોહાણા મહાજન દ્વારા શરૂ કરવામાં આવેલ ‘પરિવાર નોંધણી' મેગા પ્રોજેકટ સંદર્ભે તમામ જ્ઞાતિજનો-રઘુવંશીઓ પોતાના પરિવારના સભ્યોની વહેલાસર ઓનલાઇન - ડીજીટલ નોંધણી કરાવે તેવી ભારપૂર્વક નમ્ર અપીલ પણ મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ દ્વારા કરવામાં આવી હતી. આ માટે રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, કાલાવડ રોડ અન્ડર બ્રીજ ઉપર, ભવાની ગોલા સામે મો. નં. ૯પ૩૭૭ ૧૧૭૭૪ ઉપર સંપર્ક કરી શકાય છે. પ્રાચીન રાસ-ગરબાના આયોજનનું સુંદર સંચાલન શ્રીમતિ રીટાબેન કોટક અને ડો. ભાવનાબેન શીંગાળાએ કર્યુ હતું.
પ્રાચીન રાસ-ગરબાના અદ્્કેરા-અલૌકીક આયોજનને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, હિરેનભાઇ ખખ્ખર, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ નિકિતાબેન નથવાણી, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતિ સીમાબેન રાજદેવ સહિતની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આપણી સમૃધ્ધ સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા તથા નવી પેઢીને ભવ્ય વારસા સાથે જોડી રાખવાના ઉમદા હેતુ સાથે રાજકોટ લોહાણા મહાજન દ્વારા પરંપરાગત ગરબાની રમઝટ રાખવામાં આવી હતી જે યાદગાર રહી.
(2:45 PM IST)










