<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ગુજરાત ભાડા વિઘેયક બીલના વિરોધમાં રાજકોટના વકીલોની હડતાળઃ સુત્રોચ્‍ચારો સાથે દેખાવોઃ અરજન્‍ટ કાર્યવાહી ચાલુ રહી

રાજકોટઃ તા. ૩,    સૂચિત રેન્‍ટ એક્‍ટ બિલના વિરોધમાં આજે રાજકોટ  બાર એસો. દ્વારા પ્રતીક હડતાળ પાડવામાં આવી હતી જેમાં મોટી સંખ્‍યામાં રાજકોટ બાર એસો.અને વિવિધ વકીલ મંડળોના હોદ્દેદારો સહિતના સિનિયર જુનિયર વકીલો એ આ બિલ નો વિરોધ કરી સૂત્રોચાર કરી કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા હતા અને આ ભાડા વિઘેયકને પાછું ખેંચવા વકીલોએ માગણી સાથે દેખાવો કર્યા હતા.

 અત્રે એ ઉલ્લેખનીય છે કે આ સુચિત ગુજરાત ભાડા વિધિયેક બિલમાં કમિશનર-કલેક્‍ટરને સત્તા આપવાની જોગવાઈ કરવામાં આવી છે જેની સામે ઉગ્ર વિરોધ પ્રગટ કરી વકીલો એ આજે અરજન્‍ટ મેટર્સ સિવાયની કામગીરીમાં ભાગ નહીં લેતાં અદાલતની કાર્યવાહી ઠપ્‍પ થઈ જવા પામી હતીપક્ષકારોના હિતને નુકસાન ન થાય તે માટે કેસોમાં યથાવત સ્‍થિતિ જાળવી રાખવા ન્‍યાયાધીશોને ઠરાવની નકલો આપવામા આવી હતી.

    આ સૂચિત રેન્‍ટ એક્‍ટના કાયદામાં સરકારે કલેક્‍ટર અને મ્‍યુનિસિપલ કમિશનરને સત્તાની જોગવાઇ સંદર્ભે રાજકોટ બાર એસોસિયેશન દ્વારા એક ઠરાવ પસાર કરીને આજે તા. ૩ ઓક્‍ટોબરને શનિવારે એક દિવસની પ્રતીક હડતાલ પાડીને વકીલોને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ પસાર કર્યો હતો.સૂચિત રેન્‍ટ એકટ બિલ ૨૦૨૬ના વિરોધમાં સમગ્ર રાજ્‍યભરમાં વકીલોએ ભારે રોષ વ્‍યક્‍ત કર્યો છે. સરકાર દ્વારા જો આ બિલ પાછું ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમો કરી વકીલો દ્વારા ભારે વિરોધ પ્રગટ કરવામાં આવશે.

  રાજકોટ બાર એસોસિએશને આ અંગે ઠરાવ્‍યું છે કે, ગુજરાત સરકાર દ્વારા રેન્‍ટ એકટ ૨૦૨૬માં કોર્ટની સતા મ્‍યુનિસિપલ કમિશનર તથા ડેપ્‍યુટી કલેક્‍ટરને આપવાની કરવામાં આવેલ જોગવાઈઓથી પક્ષકારો તથા વકીલોને ખુબજ તકલીફ પડે તેવા સંજોગો ઉપસ્‍થીત થાય તેમ હોય, આ જોગવાઈઓને કાયદામાંથી દુર કરવી જરૂરી છે, જેથી ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ની જોગવાઈઓનો વિરોધ દર્શાવવા તેમજ તેમા જરૂરી સુધારા કરવા માટે રાજકોટ શહેરમાં આવેલ તમામ કોર્ટોમાં એક દિવસની પ્રતીક હડતાલ  આજે તારીખ ૩/ ૧૦/ ૨૦૨૬ના શનીવારના રોજ રાખવાનું ઠરાવવામાં આવ્‍યું હતું જેના સંદર્ભમાં આજે શનિવારે અરજન્‍ટ કાર્યવાહી સિવાયની તમામ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવવામાં આવ્‍યું હતું.તેમજ કોઈપણ પક્ષકારને નુકશાન ન જાય તે હેતુથી પક્ષકારો તેમજ વકીલોની ગેરહાજરીમાં પક્ષકારોને નુકશાન થાય તેવા કોઈ હુકમો ન ફરમાવવા તેમજ કેસોમાં યથાવત સ્‍થિતિ જાળવી રાખવા રાજકોટ શહેરમાં આવેલ તમામ કોર્ટના ન્‍યાયધીશોને વિનંતી કરવામાં આવી હોવાનું રાજકોટ બાર એસો.ના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નીલેશ પટેલની યાદીમાં જણાવાયું છે.

 આજે આ ભાડા વિધિયેક બિલના વિરોધમાં વકીલોમાં કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેતા અદાલતની કામગીરી ઠપ્‍પ થઈ જવા પામી હતી આગામી દિવસોમાં આ આંદોલનને વધુ બનાવાય તેવી પણ સંભાવના વધી છે જો સરકાર દ્વારા આ બાબતે કોઈ તાત્‍કાલિક નિર્ણય કરવામાં નહીં આવે તો વકીલ મંડળો દ્વારા મિટિંગ બોલાવીને આગળની કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે તે વકીલ વર્તુળો જણાવી રહ્યા છે.

  આજે આ બિલના વિરોધમાં સમગ્ર ગુજરાત ભરની જિલ્લા અને તાલુકા કક્ષાની અદાલતોમાં વકીલ હડતાલને કારણે કોર્ટ કામગીરી ઉપર ભારે અસર પડી હતી

(2:50 PM IST)