<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

ગુજરાત ભાડા વિધેયક બિલની અમલવારી મોકુફ રહેતા રાજકોટના વકિલોની હડતાલ પાછી ખેંચાઈ

રાજકોટ, તા.૬: ગુજરાત ભાડા વિઘેયક બીલની અમલવારી હાલ પૂરતી મૌકુફ રાખવાની સરકારે વકીલો ને ખાતરી આપતા રાજકોટ બાર એસો. એ આજે વકીલ હડતાલને પાછી ખેચી લેતા અદાલતોની કાર્યવાહી ફરી ધમધમતી થઈ હતી.

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના ઠરાવ મુજબ રાજકોટ બાર એસોસિએશને અચોક્કસ મુદત સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનું ઠરાવેલ હતું, પરંતુ ગઈકાલે સરકાર તેમજ સરકારના એડવોકેટ જનરલ કમલભાઈ ભાઈ ત્રિવેદી તરફથી આ બિલની અમલવારી હાલ મોકૂફ રાખવા અને તેની અમલવારી નહીં કરવા ખાતરી આપતા આજે રાજકોટ બાર એસોસિએશન દ્વારા વકીલ હડતાલને પાછી ખેંચી લેવાનો ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો.

હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલશ્રી કમલભાઈ ત્રિવેદીની ગુજરાત ભાડા વિધેયક બીલ અંતર્ગત આપેલ બાહેધરી ધ્‍યાને લઈ આજથી રાબેતા મુજબ કોર્ટ કાર્યવાહી ચાલુ રહેશે જેની દરેક વકીલ મિત્રોએ નોંધ લેવી તેમ રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલે જણાવેલ છે.

(2:20 PM IST)