News of Wednesday, 13th May 2026
રાજકોટના રોકાણકારોના બે દિવસમાં રૂા.૧૫૦ કરોડ સ્વાહા
ડોલર-કૂડના ભાવ વધવાથી શેર બજાર ક્રેશઃ સેન્સેક્સમાં કુલ ૨૭૭૭.૯૫ પોઈન્ટનું ગાબડું ગુજરાતમાં રિયલ એસ્ટેટ ૬૬ ટકા ડાઉન, બ્રોકરોને પણ મોટું નુકસાનઃ ઉતાવળમાં નિર્ણય લેવામાં સાવધાની જરૂરી

રાજકોટ તા.૧૩: વૈશ્વિક બજારમાં સર્જાયેલી અનિヘતિતા અને મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવની સીધી અસર શેર બજાર પર જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમા થયેલા માર્કેટ કેસમા રાજકોટના રોકાણકારોના પોર્ટફોલિયોમાં અંદાજે રૂા.૧૫૦ કરોડનું ધોવાણ થયું છે.
નવા સપ્તાહની શરૂઆતથી જ ભારતીય શેર બજારમાં પેનિક સેલિગનો માહોલ રહ્યો હતો. સોમવારે સેન્સેક્સ ૧૪૫૬.૦૪ પોઈન્ટ તૂટ્યો અને નિફટીમાં ૪૩૯.૨૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. મંગળવારે પણ બજારમાં ભારે વેચવાલી યથાવત રહેતાં સેન્સેક્સ વપુ ૧૩૨૧.૯૧ પોઈન્ટ અને નિફટી ૩૯૦.૩૦ પોઈન્ટ ગગડયો હતો. આમ માત્ર બે દિવસમાં સેન્સેક્સ કુલ ૨૭૭૭.૯૫ પોઈન્ટ તૂટી જતા સ્થાનિક રોકાણકારોમાં ભારે ચિંતા ફેલાઈ છે.
શેરબજારના સૂત્રોએ જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસમાં સૌથી વધુ અસર નાના અને મધ્યમ રોકાણકારો પર પડી છે. ખાસ કરીને IT, બેંકિગ, મેટલ અને રિયલ્ટી શેરોમાં ભારે કરેકશન આવતા ઘણા રોકાણકારોના પોર્ટફોલિયોમાં ૧૦થી ૧૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. શહેરના અનેક રોકાણકારોએ ગભરાટમાં વેચવાલી કરતા નુકસાન વધુ ઊંડું બન્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
શહેરના બોકિંગ સર્કલમાં એવી પણ ચર્ચા છે કે, હાલ માર્કેટમાં હાઈ વોલેટિલિટીનો માહોલ છે. જ્ત્ત્ત દ્વારા સતત વેચવાલી અને નબળા રૂપિયાના કારણે બજારમાં રિકવરી આવવામાં હજુ સમય લાગી શકે છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી વધુ ઘેરી બનતાં પ્રોપર્ટી રોકાણકારો અને બોકરો પણ ચિંતિત બન્યા છે. ગુજરાતમાં રિવલ્ટી માર્કેટ લગભગ રૂા. ૬૬ ટકા સુધી લો ડાઉન થયાનું બજાર સૂત્રોનું માનવું છે. માટે એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, ઈઝરાયેલ-ઈરાન વચ્ચે વધતા જીઓ-પોલિટિકલ ટેશનના કારણે વૈશ્વિક બજારમાં ભયનો માહોલ સર્જાયો છે. તેની સીધી અસર ભારતીય બજારમાં રોકાણકારોની સેન્ટિમેન્ટ પર પડી રહી છે. સાથે જ ફૂડ ઓઈલના ભાવમાં તેજીથી આયાત ખર્ચ વધવાની આશંકા અને ડોલર સામે રૂપિયો નબળો પડતાં બજાર પર દબાણ વધી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કૂડ ઓઈલના ભાવ વધવાથી ઓએનજીસી સહિતની ઓઈલની કંપનીઓના શેરના ભાવ ૫.૮૦ ટકા જેટલા ઉપર રહ્યા હતા. બીજી તરફ નામાંકિત સોના અને આઇટી સેક્ટરની કેટલીક કંપનીઓના શેરના ભાવમાં થટાડો જોવા મળ્યો હતો.
એક જ દિવસમાં ભારતીય માર્કેટ કેપમાંથી રૂા. ૧૦ લાખ કરોડ ઉડી ગયા
મંગળવારના ટ્રેડિગ સેશન દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે સેલિગ પ્રેશર જોવા મળ્યું હતું. સેન્સેક્સ અને નિફટી બંનેમાં લગભગ ૨ ટકાનો ઘટાડો નોંધાતા રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ થયું હતું. IT, બેંકિગ અને મેટલ સેક્ટરના હેવીવેઇટ શેરોમાં ભારે વેચવાલી જોવા મળતાં ભારતીય શેરબજારની કુલ માર્કેટ કેપ અંદાજે રૂ&.૧૦ લાખ કરોડ ઘટી ગઈ હતી. હાલ બજારમાંભારે નેગેટિવ સેન્ટિમેન્ટ છે. રોકાણકારોએ ઉતાવળમાં નિર્ણય લેવા કરતાં સાવધાની રાખવી જરૂરી છે.
(11:55 AM IST)










