<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

બે દિ'થી દેશમાં રાજકોટ સૌથી ગરમ!

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૭ :.. છેલ્લા બે-ત્રણ દિવસથી દેશના ઉંચા તાપમાન વાળા દિવસોમાં રાજકોટ પ્રથમ ક્રમે જોવા મળી રહ્યુ છે. તેમાંયે ગઇકાલે તો ભર ઉનાળા જેમ તાપમાને ૪૦નો આંક પાર કર્યો હતો.

આજે પણ આ ક્રમાંક જળવાઇ રહે તેવું સવારથી લાગી રહ્યુ છે. ત્‍યારે ભૂતકાળ વાગોળતા વડીલોની ચર્ચાઓ સાંભળીએ તો વર્ષો પહેલા નવરાત્રી સમયે મોડી રાત્રે સ્‍વેટર પહેરવું પડતુ એવી શિયાળાની પ્રારંભિક ઠંડી અનુભવાતી.

જો કે હાલ અલનિનોની અસર-પ્રભાવ છે તેથી ઠંડી ઓછી પડી શકે છે. ગયા વરસે નવરાત્રી બાદ દશેરાનો દિવસ બે ઓકટોબર-ર૦રપ હતો. જયારે આ વેળા અધિક માસને પગલે દશેરાનું પર્વ ૧૮ દિવસ મોડુ ર૦ ઓકટોબરે આવશે. આટલું મોડુ નવરાત્રી પર્વ હોવા છતાં ઠંડીની હજુ આંશિક અસર રાત્રે અનુભવાઇ રહી નથી. આ છે અલનિનોની કમાલ.

(1:00 PM IST)