તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 24th September 2026
ધોરાજી પાસે પેટ્રોલપંપમાંથી રોકડ રકમની ચોરી કરનાર રાજકોટની ટોળકી પકડાઇ
તસ્વીરમાં પકડાયેલા ચારેય શખ્સો નજરે પડે છે

રાજકોટ, તા.૨૪: ધોરાજીના ભૂતવડ ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપમાંથી રોકડ રકમની ચોરી કરનાર રાજકોટની ટોળકીને રૂરલ ક્રાઇમબ્રાંચે ઝડપી લીધી હતી.
મળતી વિગતો મુજબ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે રોડ ઉપર વચ્છરાજ હોટલની બાજુમાં ભુતવદ પાટીયા પાસે આવેલ ભીકત પેટ્રોલ પંપમાં તા.૧૮/૦૯ના રાત્રીના રોકડ રૂપીયા ૨૮૦૬૦ તથા મોબાઇલ ફોન કિ.૧૦,૦૦૦ મળી કુલ ૩૮૦૬૦ની મતાની ચોરી થયાની ફરીયાદ થતા રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબીએ આ ચોરીમાં સંડોવાયેલ આરોપી પ્રતીક ઉર્ફે પતીયો પરસોતમભાઇ સાકરીયા રહે.રાજકોટ કોઠારીયા મેઇન રોડ, ખોડીયાર હોલની પાછળ, મુળ રહે.ધાંધીયા તા.જી.રાજકોટ.(ર) રજાકભાઇ ઉર્ફે કાળીયો સ/ઓ ઇસાભાઇ મુસાણી રહે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ, રણુજા મંદિરની સામે કન્યા શાળા નં. ૩ પાસે મુળ રહે. માળીયા ગામ તા.જી. મોરબી (૩) ભાવેશભાઇ ઉર્ફે દોણીયો સ/ઓ ભુપતભાઇ મકવાણા રહે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ રણુજા મંદિરની સામે લાપાસી રોડ તથા (૪) દીપકભાઇ સ/ઓ દલાભાઇ સોલંકી રહે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ રણુજા મંદિરની સામે લાપાસી રોડ તા.જી. રાજકોટને રોકડ રૂા. રપ૦૦૦ મોબાઇલ ફોન નંગ-ર કી.રૂા. ર૦૦૦ તથા ચોરીમાં ઉપયોગ કરેલ બજાજ ઓટો સીએનજી રીક્ષા રજી નં. જીજે-૦૩-સીટી-પ૮૬૪ કિ. રૂા. ૧૦૦૦૦૦ મળી કુલ રૂા. ૧ર૭૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.
પકડાયેલ પ્રતીક સામે અગાઉ રાજકોટમાં દારૂ સહીતના ૮ ગુન્હાઓ, ભાવેશ સામે રાજકોટમાં ર, રજાક સામે ફોજદારી મોરબીમાં-ર તથા દિપક રાજકોટમાં અગાઉ ગુન્હો નોંધાયો છે.
આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇ. જે. પી. રાવ, પો. સબ. ઇ. આર. વી. ભીમાણી, કે. એમ. ચાવડા, એચ. પી. ગોહીલ, પી. એન. ભરવાડ, એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, ભાવેશભાઇ ચાવડા, પો. હેડ કો. મનીષભાઇ વરૂ, રમણીકભાઇ મણવર, મનદીપસિંહ જાડેજા, પો. કો. ભરતભાઇ ગમારા, તથા ડ્રા. પો. હેડ કો. અબ્દુલભાઇ શેખ, સહિતના સ્ટાફે કરી હતી.
(3:55 PM IST)










