<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

રાજકોટ લોકમેળોઃ ફોર્મ વેચાણથી જ તંત્રને સવાલાખની માતબર આવકઃ ફોર્મ ઉપાડ- ભરવા અંગે આજે છેલ્લો દિવસ

રાજકોટ, તા.૩૧: રાજકોટ કલેકટર તંત્ર આયોજીત લોકમેળામોં સ્‍ટોલ અને પ્‍લોટ ફાળવણી પ્રક્રિયા અંતર્ગત બેંકમાંથી ફોર્મ વિતરણનો કરવાનો આજે છેલ્લો દિવસ છે. ઇન્‍ડિયન બેંક મારફતે તારીખ ૨૦ જુલાઈ ૨૦૨૬ થી ૩૦ જુલાઈ ૨૦૨૬ સુધીમાં ફોર્મનું વિતરણ કરવામાં આવ્‍યું, જેમાં વિવિધ કેટેગરીના મળીને કુલ ૬૦૮ ફોર્મનું વેચાણ થયું છે. જેનાથી તંત્રને કુલ રૂા.૧,૨૧,૬૦૦ ની આવક થવા પામી છે.

ઉલ્લેખનીય છે કે, ઇ, એફ, જી અને એચ કેટેગરી એટલે કે રાઇડ્‍સ અને મોટા પ્‍લોટ સંબંધિત કેટેગરીમાં કુલ ૯૭ ફોર્મ વેચાયા છે જયારે અન્‍ય કેટેગરી એટલે કે ખાણી-પીણી, રમકડાં અને નાના સ્‍ટોલ ધારકો દ્વારા કુલ ૫૧૧ ફોર્મ ઉપાડવામાં આવ્‍યા છે.૨૭ જુલાઈના રોજ સૌથી વધુ ૧૩૩ ફોર્મનું વેચાણ થયું હતું, જેનાથી તંત્રને રૂા.૨૬,૬૦૦ ની આવક થઈ હતી.હજુ આજે સ્‍ટોલ-પ્‍લોટના ફોર્મ ઉપાડવાનો અંતિમ દિવસ છે. સાંજ સુધીમાં ૫૦થી વધુ ફોર્મ ઉપડે તેવી તંત્રને આશા છે.

(2:28 PM IST)