News of Monday, 16th November 2026
જલારામ બાપાના જયઘોષથી રાજકોટ ગુંજી ઉઠયું: વિશાળ શોભાયાત્રા
દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ, તરણે કો બે હાથ ભલા, ભજને કો શ્રી રામ : ભક્તિનો મહાકુંભ છલકાયોઃ ધર્મધ્વજ, ફલોટસ અને ‘જય જલારામ'ના નાદ સાથે રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નિકળી

‘જય જલારામ'ના નાદ સાથે શોભાયાત્રાઃ ભક્તિનો મહાસાગર ઉમટયો : રાજકોટઃ આજે રાજકોટ શહેર જલારામમય બની ગયું છે. શહેરભરમાં ભજનસંધ્યા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે. દરમિયાન શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ-રાજકોટ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોૈધરી હાઇસ્કૂલના મેદાન ખાતેથી શોભાયાત્રાનો પ્રારં઼ભ થયો હતો. જે શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી પંચનાથ મંદિરે સમાપન થઇ હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જલારામભક્તો ઉમટી પડયા હતા. આ પ્રસંગે ભાગવત કથાકાર કનૈયાલાલ ભટ્ટ દ્વારા આર્શીર્વચન પાઠવવામાં આવ્યા હતા. શોભાયાત્રાના પ્રારંભ પ્રસંગે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઈ ચોટાઈ, ડે.મેયર દક્ષાબન વસાણી, વર્ષાબેન પાંધી, જસુબેન વસાણી, વર્ષાબેન પાંધી, જસુબેન વસાણી, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ભગદેવ, હસુભાઈ (ત્રિશુલ ટ્રાન્સપોર્ટ), અતુલભાઈ રજાણી, પરેશભાઈ શીંગાળા, સંજયભાઈ લાખાણી, રમેશભાઈ ઠક્કર, મનિષભાઈ રાડીયા, કાળુમામા, દિનેશભાઈ કારીયા, કોર્પોરેટશ સંજયભાઈ ચાવડા, રાજદીપ આઈસ્ક્રીમવાળા હરીશભાઈ દશાણી, પ્રમુખ રથના સારથિ રમેશભાઈ ગણાત્રા, ડો.અનિલ દશાણી (અકિલા), જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા), કપિલ નથવાણી, યોગશેભાઈ જસાણી, દિલીપભાઈ ચતવાણી રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટી પરાગભાઈ દેવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા પ્રવિણભાઇ કાનાબાર, અશોકભાઇ હીંડોચા, મયંકભાઇ પાઉ, વજુભાઇ વિઠ્ઠલાણી, રમણભાઇ કોટક, મેહુલ નથવાણી, અશ્વિનભાઇ જોબનપુત્રા, અશ્વિનભાઇ મિરાણી, દિલીપભાઇ રૂપારેલીયા, હિતેષ પોપટ, કિશન કોટક, રાજુ મીરાણી, મનિષ સોનપાલ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)(૪૦.૩૬)
રાજકોટઃ સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે ૨૨૭મી જન્મજયંતી છે. નિમિત્તે આ શહેરભરમાં સંખ્યાબંધ સંખ્યાબંધ સ્થળોએ ધુન ભજન, પ્રસાદ, અન્નકોટના આયોજનો થયા છે. રાજકોટ શહેર જલારામ મય બન્યું છે. ત્યારે શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. કારતક સુદ સાતમના પવિત્ર અવસરે યોજાયેલી આ ભક્તિમય શોભાયાત્રામાં ધર્મ, સંસ્કૃતિ અને સેવાભાવનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શોભાયાત્રાના પ્રારંભ પૂર્વે પૂજન તથા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને સવારે ૧૦ કલાકે ચૌધરી હાઈસ્કૂલના પટાંગણ ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.
શોભાયાત્રા હરિહર ચોક, સરદાર બજાર, નવરંગ સ્ટોર, કક્કડ બ્રધર્સ, જય અંબે સીઝન સ્ટોર, રાધવજી એન્ટરપ્રાઇઝ, વિનોદ બેકરી, આશાપુરા પાન, નેમિનાથ એન્ટરપ્રાઇઝ, જનસત્તા ચોક, અકિલા પ્રેસ ચોક, જવાહર રોડ, એસબીએસ જિમખાના બ્રાન્ચ, ગેલેક્સી કોમ્પ્યુટર સેન્ટર, આલ્ફ્રેડ હાઈસ્કૂલ, જૂની શાકમાર્કેટ, સેન્ટ્રલ બેંક, પરા બજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પંચનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી.
શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક, સામાજિક, સેવાકીય અને સાંસ્કૃતિક સંસ્થાઓના આકર્ષક ફલોટ્સ, ભક્તિમય ઝાંખીઓ તથા ભજન-કીર્તનના કાર્યક્રમોએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. માર્ગમાં ઠેરઠેર ભક્તોએ શોભાયાત્રાનું સ્વાગત કરી જલારામ બાપાનાં દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર માર્ગ પર 'જય જલારામ'ના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.
બપોરે પંચનાથ મહાદેવ મંદિર ખાતે શોભાયાત્રાને વિરામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ બાપાના જીવનમાંથી પ્રેરણા લઈને માનવસેવા, પરોપકાર અને ભક્તિના માર્ગે આગળ વધવાનો સંદેશ આ જન્મોત્સવની ઉજવણી દ્વારા આપવામાં આવ્યો હતો.
(3:03 PM IST)










