<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

સૌર ઊર્જાના ઉપયોગથી પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા બચતની દિશામાં રાજકોટ ડિવિઝનની નોંધપાત્ર પહેલ

૨,૨૭૦ કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલ સ્‍થાપિત; ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્‍ટોબર સુધી ૧૫.૦૨ લાખ યુનિટ સૌર વીજળીનું ઉત્‍પાદન અને ૧.૧૪ કરોડ રૂપિયાની બચત

રાજકોટ, ૧૭ : પヘમિ રેલવેનું રાજકોટ ડિવિઝન વર્ષ ૨૦૩૦ સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્‍સર્જનના લક્ષ્યને હાંસલ કરવાના ભારતીય રેલવેના સંકલ્‍પ પ્રત્‍યે કટિબદ્ધ છે. પર્યાવરણ સંરક્ષણની દિશામાં પોતાની પ્રતિબદ્ધતાને આગળ વધારતા રાજકોટ ડિવિઝન હરિત અને નવીનીકરણીય ઊર્જાના ઉપયોગને સતત પ્રોત્‍સાહન આપી રહ્યું છે. આ જ ક્રમમાં ડિવિઝન દ્વારા પોતાની વીજળીની જરૂરિયાતો પૂરી કરવા માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તથા નવીનીકરણીય ઊર્જાના ઉત્‍પાદન અને ઉપયોગને વધારવા માટે વિવિધ મહત્‍વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્‍યા અનુસાર, નવેમ્‍બર ૨૦૨૬ સુધીમાં પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સ્‍ટેશનો અને ઓફિસ ભવનો પર કુલ ૨,૨૭૦ કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલ સ્‍થાપિત કરવામાં આવી ચૂકી છે. તેનાથી ડિવિઝનની વીજળીની જરૂરિયાતો પૂરી કરવામાં નવીનીકરણીય ઊર્જાનું યોગદાન વધ્‍યું છે તથા ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્‍સાહન મળ્‍યું છે.

વધુ માહિતી આપતા રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઇલેક્‍ટ્રિકલ એન્‍જિનિયર (પાવર) શ્રીમતી રજની યાદવે જણાવ્‍યું કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજકોટ ડિવિઝનમાં સ્‍થાપિત સોલાર પેનલોમાંથી કુલ ૧૧,૬૫,૪૫૮ કિલોવોટ-કલાક (યુનિટ) વીજળીનું ઉત્‍પાદન થયું, જે ૭૮૬ મેટ્રિક ટનથી વધુ કાર્બન ઉત્‍સર્જનમાં ઘટાડા સમાન છે. તેના પરિણામે કુલ ૮૦.૬૮ લાખ રૂપિયાની બચત થઈ.

ચાલુ નાણાકીય વર્ષમાં ૧૫.૦૨ લાખ યુનિટ સૌર વીજળીનું ઉત્‍પાદન, ૧.૧૪ કરોડ રૂપિયાની બચત

તેમણે વધુમાં જણાવ્‍યું કે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં એપ્રિલથી ઓક્‍ટોબર ૨૦૨૬ સુધી સોલાર પેનલોમાંથી કુલ ૧૫,૦૨,૫૪૦ કિલોવોટ-કલાક (યુનિટ) વીજળીનું ઉત્‍પાદન કરવામાં આવ્‍યું છે. આ ઉત્‍પાદન ગત સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ૧૧,૬૫,૪૫૮ યુનિટ ઉત્‍પાદન કરતાં લગભગ ૨૯્રુ વધુ છે. આ સમયગાળામાં સૌર ઊર્જાના ઉપયોગથી ૧,૨૩૨ મેટ્રિક ટનથી વધુ કાર્બન ઉત્‍સર્જનમાં ઘટાડો થયો છે તથા કુલ ૧.૧૪ કરોડ રૂપિયાની બચત થઈ છે.

આ ઉપરાંત, પ?મિ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા હરિત ઊર્જાને પ્રોત્‍સાહન આપવા માટે સોલાર વોટર હીટર (Solar Water Heaters) તથા લેવલ ક્રોસિંગ ગેટ પર પણ સોલાર પેનલ સ્‍થાપિત કરવામાં આવી છે. ડિવિઝન દ્વારા ભવિષ્‍યમાં વધુને વધુ રેલવે ભવનો અને પરિસરોમાં સૌર ઊર્જા પ્‍લાન્‍ટ સ્‍થાપિત કરવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રયાસોથી ઊર્જા સંરક્ષણ, વીજળી ખર્ચમાં ઘટાડો તથા પર્યાવરણ સંરક્ષણના રાષ્‍ટ્રીય મિશનને વેગ મળશે.

રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્‍યું, ૅરાજકોટ ડિવિઝન ભારતીય રેલવેના નેટ ઝીરો કાર્બન ઉત્‍સર્જનના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દૃઢ સંકલ્‍પિત છે. સૌર ઊર્જાનો વધુને વધુ ઉપયોગ ઊર્જા સંરક્ષણ, વીજળી ખર્ચમાં બચત તથા પર્યાવરણ સંરક્ષણની દિશામાં અમારો મહત્‍વપૂર્ણ પ્રયાસ છે. ડિવિઝન ભવિષ્‍યમાં પણ હરિત અને નવીનીકરણીય ઊર્જાના ઉપયોગને પ્રોત્‍સાહન આપવા માટે સતત પ્રયત્‍નશીલ રહેશે.

(2:38 PM IST)