News of Wednesday, 24th June 2026
રાજકોટ જિલ્લા ન્યાય ખાતા કર્મચારી મંડળની સભા : બિનહરિફ ચૂંટણી સંપન્ન
ન્યાયાધીશોની પ્રેરક ઉપસ્થિતિ : નિવૃત્ત કર્મચારીઓનું સન્માન : પ્રમુખ પદે ભૃગુરાજસિંહ જાડેજા સહિતના હોદ્દેદારોની વરણી

રાજકોટ : રાજકોટ જીલ્લા ન્યાયખાતાના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી તથા રાજકોટ જીલ્લા ન્યાયખાતા કર્મચારી યુનિયન (વર્ગ-૩નું કર્મચારી મંડળ) સને ૨૦૨૫-૨૦૨૬ની ૩૯મી વાર્ષિક સાધારણ સભા અને હોદેદારોની બિનહરીફ ચુંટણી તાજેતરમાં ધી ગ્રાન્ડ પસાતા રેસ્ટોરન્ટ, બાપા સીતારામ ચોકની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાયેલ હતી.
જેમાં કાર્યક્રમના અધ્યક્ષ અને રાજકોટના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ શ્રી જે. આર. શાહ, અતિથિ વિશેષ એડીશ્નલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી ટી. એસ. બ્રહ્મભટ્ટ સાહેબ, પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ શ્રી સી. વી. રાણા, સ્મોલ કોઝ કોર્ટના જજ શ્રી આર. કે. ત્રિવેદી, ચીફ જ્યુડીશ્યલ મેજીસટ્રેટ શ્રી એસ. પી. દુલેરા મેડમ તથા એડીશ્નલ સીનીયર સીવીલ જજ શ્રી એચ. વી. જોટાણીયા દ્વારા દિપ પ્રાગટયથી કરવામાં આવેલ અને મહેમાનો તથા સભ્યશ્રીઓનું શબ્દોથી સ્વાગત (સ્વાગત પ્રવચન) કુ. પાયલ વૈદ્ય દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ મંડળી તથા મંડળના હોદ્દેદારો દ્વારા વાર્ષિક હિસાબો જાહેર કરવામાં આવેલ હતા. આ તકે જીલ્લાભરમાંથી કર્મચારી ભાઈઓ/બહેનો (સભ્યો) બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં તેમજ સને વર્ષ ૨૦૨૫-૨૦૨૬માં નિવળત્ત થયેલાં. તેમજ રાજકોટ જીલ્લાના ન્યાયાખાતામાંથી સરકારશ્રીના અન્ય ખાતામાં પસંદગી પામેલ કર્મચારીઓનું મહેમાનો, કોર્ટ મેનેજરશ્રી હમીરભાઈ છેતરીયા તથા હોદ્દેદારોએ સાલ ઓઢાડી, સન્માનિત કરી, શુભેચ્છાઓ પાઠવેલ હતી.
રાજકોટ જીલ્લા ન્યાયખાતાના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીમાં ભળગુરાજસિંહ જાડેજા (પ્રમુખ), રાજેન શાહ (માનદ મંત્રી), રોહિત રાવલ (ઉપ પ્રમુખ), દિગ્વિજયસિંહ જાડેજા (ઉપ પ્રમુખ), ધવલ ભુંભરીયા (પ્રવકતા), પ્રેમલ ગણાત્રા (પ્રવકતા), કારોબારી સભ્યશ્રીઓ ધર્મેશ મહેતા, વિપુલ ભુત, દિગ્નેશ ભટ્ટ, આનંદ રાઠોડ, પરેશ ઠાકર, હરકિશન રામાણી, સંજય સોલંકી, અનિરૂધ્ધસિંહ જાડેજા, જયેશ બારૈયા તેમજ રાજકોટ જીલ્લા ન્યાયખાતા કર્મચારી યુનિયન (વર્ગ-૩ નું કર્મચારી મંડળ)માં ભળગુરાજસિંહ જાડેજા (પ્રમુખ), દિગ્નેશ ભટ્ટ (સેક્રેટરી), ધર્મેશ મહેતા (ઉપ પ્રમુખ), દિગ્વિજયસિંહ જાડેજા (ઉપ પ્રમુખ), પ્રેમલ ગણાત્રા (જોઈન્ટ સેક્રેટરી), મેઘજી સીસારા (પ્રવકતા), કુ. શ્રધ્ધાબેન ભટ્ટ (પ્રવકતા), વ્યવસ્થાપક સભ્યશ્રીઓ રાજેન શાહ, આનંદ રાઠોડ, કીરીટ ચૌહાણ, અબ્દુલ સીંધી, હરેશ ભડલીયા, પિયુષ કારીયા, ચેતન રાઠોડ, આર. કે. સિંધવ, દિનેશ ગોસાઈ, શ્રીમતિ નીલાબેન મારૂ, કુ. પાયલ વૈદ્ય, કુ. નિશાબેન લાખાણી, શ્રીમતી રેખાબેન નથવાણી તેમજ શ્રીમતી અંજનાબેન બુચની સર્વાનુમતે બિનહરીફ વરણી થતાં હોદ્દેદારો અને કારોબારી સભ્યો દ્વારા તેમનું હર્ષોલ્લાસ તથા આનંદની લાગણી સાથે તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવેલ હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશ બારૈયા દ્વારા અને કાર્યક્રમના અંતે આભારવિધી મિતુલ જાદવ દ્વારા કરવામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે, ભળગુરાજસિંહ જાડેજા ગુજરાત રાજયનાં ન્યાયખાતા (વર્ગ-૩) મહામંડળના પ્રમુખ તરીકે પણ હાલમાં કાર્યરત છે અને રાજ્યના ન્યાયખાતાના કર્મચારીઓના મહત્તમ પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.
(2:42 PM IST)










