તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
રાજકોટ જિલ્લો ભાજપમય : તાલુકા-જિલ્લા પંચાયતો અને નગરપાલીકામાં ભવ્ય વિજય

રાજકોટ, તા., ર૮: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજરોજ જાહેર થયેલા પરિણામોમાં રાજકોટ જીલ્લાની સ્થાનિક સ્વરાજ્યની જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં રાજકોટ ગ્રામ્યની જનતાએ ભાજપ પર અતુટ વિશ્વાસ મૂકી ભાજપના ઉમેદવારોને બહુમતીથી વિજયી બનાવ્યા છે. તે બદલ રાજકોટ જીલ્લા ભાજપ ઙ્કભારીશ્રી ભરતભાઈ આર્ય, જીલ્લા અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રીશ્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી હરેશભાઈ હેરભા, શ્રી રવિભાઈ માંકડિયાએ તમામ મતદારોનો હૃદયથી આભાર. આ રાજકોટ જીલ્લાના દરેક નાગરિકની અને વિકાસની જીત છે. ચૂંટણી ઙ્કક્રિયા દરમ્યાન રાત-દિવસ મહેનત કરનાર પક્ષના તમામ કાર્યકર્તાઓ, શુભચિંતકોના પણ અમે ઋણી છીએ. અમે ખાતરી આપીએ છીએ કે આવનાર સમયમાં રાજકોટ જીલ્લાની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરીશું અને વિસ્તારના વિકાસ માટે સતત કાર્યરત રહેશું. લોકશાહીના આ પર્વમાં સહભાગી થનાર તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક ખુબ-ખુબ આભાર. જેમાં મતદારોએ પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી ભાજપ પર વિશ્વાસ મુકયો તેમજ કાર્યકર્તાઓએ પ્રચારના કાર્યમાં પોતાનું લોહી-પરસેવો એક કર્યો, તેમજ વહીવટીતંત્રએ શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરાવી અને મીડિયાએ લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મહત્વની ભૂમિકા ભજવી તે બદલ રાજકોટ જીલ્લા ભાજપ આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જશ્રી રાજેશભાઈ ગોંડલીયા, સહ-ઇન્ચાર્જશ્રી પ્રકાશભાઈ સોલંકી, શ્રી કુલદીપસિંહ જાડેજા જણાવે છે.
(5:05 PM IST)










