<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

રાજકોટ કોર્પોરેશનના બીલ કોૈભાંડ જેવુ જ એઇમ્‍સના ૪૭ વિદ્યાર્થીઓના પદવીદાન સમારંભનું ખર્ચ કોૈભાંડઃ ૧ કરોડ ૩૫ લાખનો અધધધ ખર્ચ!!

ઇન્‍ડોર કામગીરીનું ટેન્‍ડર એકાએક કેટેગરી ચેઇન્‍જ કરી આઉટડોર કામગીરી કરાવવા ખાસ જોગવાઇઓ દાખલ!! : એઇમ્‍સે ૩૫ લાખનું ટેન્‍ડર સીપીપી પોર્ટમાં પ્રકાશીત કર્યું: ભાવો ઓફલાઇન કેમ મંગાવાયા : કોંગ્રેસ અગ્રણી અને એડવોકેટ અશોકસિંહ વાઘેલા દ્વારા થયેલ RTI માં જબરો ઘટસ્‍ફોટ

રાજકોટ, તા. ર૯ : શહેર કોંગ્રેસ અગ્રણી અને એડવોકેટ અશોકસિંહ વાઘેલાના આરટીઆઇમાં એઇમ્‍સમાં મોટુ ખર્ચ કૌભાંડ અંગે જબરો ખુલાસો થયો છે.

 સૌરાષ્‍ટ્ર અને ગુજરાતના હજારો દર્દીઓને દર્દીઓને આશીર્વાદરૂપ અને દેશના વડાપ્રધાનશ્રીનો ડ્રીમ પ્રોજેકટ એવી રૂપિયા ૧૧૦૦ કરોડના તોતીંગ ખર્ચે તૈયાર થઈ રહેલી AIIMS હોસ્‍પીટલના વિવિધ વિભાગોના બાંધકામો છેલ્લા છ વર્ષ જેવા સમયથી કાર્યરત હોવા છતાં ૬૦ થી ૭૦ ટકા જેવું બાંધકામ પુરૂ થઈ શકયુ છે અને ૩૦ થી ૪૦ ટકા જેટલું બાંધકામ આજે પણ બાકી છે. ત્‍યારે AIIMS નો પ્રથમ દિક્ષાન્‍ત સમારોહ એપ્રિલ-૨૦૨૬ AIIMS હોસ્‍પીટલનાં પોતાના તૈયાર થનાર ઓડીટોરીયમમાં યોજવાનો હતો તે AIIMS પ્રશાસન અને કેન્‍દ્રનું આરોગ્‍ય વિભાગ સારી રીતે જાણતું હતું. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ વડાપ્રધાનશ્રીએ AIIMS હોસ્‍પીટલનું ઉદ્દઘાટન કર્યું ત્‍યારથી AIIMS પ્રશાસન દ્વારા આ ઓડીટોરીયમનું બાંધકામ પૂર્ણ કરાવવાનો પ્રયાસ ન કર્યો અને

આ કામની બાંધકામ એજન્‍સી HSCC અને કોન્‍ટ્રાકટર NKG સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી પણ કરવામાં ન આવી. શ્રી અશોકસિંહ વાઘેલાએ જણાવ્‍યું છે કે,  AIIMS પ્રશાસન અને કેન્‍દ્રની ભા.જ.૫. સરકાર નબળા સાંસદ અને ધારાસભ્‍યને કારણે પ્રથમ દિક્ષાન્‍ત સમારોહ જયાં યોજવાનો હતો તે ઓડીટોરીયમ એપ્રિલ-૨૦૨૬ સુધીમાં તૈયાર થયો નહી. છતાં પણ AIIMS પ્રશાસન દ્વારા ભ્રષ્ટાચારના ઈરાદાથી માત્ર ૪૭ જેટલા વિદ્યાર્થીઓના પદવીદાન સમારંભના ફંકશનનું ઈન્‍ડોર કામગીરી તેમાં ડેકોરેશન-લાઈટીંગ ラ ફુલહારને સામાન્‍ય ડેકોરેશનને લગતી કામગીરી રૂપિયા ૩૫ લાખનું ટેન્‍ડર JEM પોર્ટમાં પ્રકાશિત કરવાના બદલે CPP પોર્ટલમાં પ્રકાશિત કરી એજન્‍સીઓ પાસે કામગીરીની વિગતો મંગાવવામાં આવી. આ CPP પોર્ટલમાં પ્રકાશિત કરેલ ટેન્‍ડરમાં પણ ઘણી વિસંગતતાઓ છે. આ ટેન્‍ડરમાં ભાવ માંગવામાં આવ્‍યા ન હતા. ભાવ ઓફ લાઈન મંગાવવામાં આવ્‍યા હતા અને બંધ કવરમાં આવેલ ભાવો ખોલવા માટે AIIMS પ્રશાસન દ્વારા કોઈ ઓફીસીયલી કમિટિની રચના કરવામાં આવી ન હતી કે ભાવ ખોલતી વખતનું વિડીયો રેકોર્ડીંગ પણ કરવામાં આવ્‍યું ન હતું. ત્‍યારબાદ AIIMS ના પ્રશાસન દ્વારા આખે આખી ઈન્‍ડોર ઈવેન્‍ટની કેટેગરી ચેન્‍જ કરી આઉટડોર સમારોહ જર્મન ડોમ- બીગ સ્‍ટેજની વિવિધ સેવા સાથેનું RTF (રીકવેસ્‍ટ ફોર ટેન્‍ડર) પ્રકાશિત કર્યું અને AIIMS પ્રશાસને પોતાની મુનાસીફથી વિશેષ જોગવાઈ દાખલ કરી EOI માં ભાગ લેનાર વિક્રેતાઓ જ આ ટેન્‍ડરમાં ભાગ લઈ શકે તેવી ટેન્‍ડરના માપદંડમાં ફેરફાર કર્યા પછી પણ કોઈપણ નવો વિક્રેતા ભાગ લઈ શકે નહી.

RTI માં જણાવ્‍યા અનુસાર દિક્ષાન્‍ત સમારોહ માટેનો કુલ ખર્ચ રૂપિયા ૧.૩૫ કરોડ છે. પરંતુ દિક્ષાન્‍ત સમારોહના ટેન્‍ડર માટે મળેલ કોટેશનો આપવા AIIMS પ્રશાસન ગલ્લા-તલ્લા કરી ભ્રષ્ટાચારને છૂપાવી રહ્યું છે. AIIMS ના વિદ્યાર્થીઓનો દિક્ષાન્‍ત સમારોહ એપ્રિલ-૨૦૨૬ માં યોજવા માટેનું અગાઉથી જ નક્કી હતું છતાં પણ AIIMS પ્રશાસન દ્વારા જાન્‍યુઆરી કે ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં જરૂરી ટેન્‍ડર પ્રક્રિયા નિયમ અનુસાર પૂર્ણ કરી શકયા હોત પરંતુ ભ્રષ્ટાચારના ઈરાદાથી પુરતો સમય હોવા છતાં લાપરવાહીラફરજ બેદરકારી અને જનતાના ટેક્ષના કરોડો રૂપિયાના નાણાનો ર્દુવ્‍યય કર્યો છે.

RTI માં અમો દ્વારા પૂછવામાં આવેલ દિક્ષાન્‍ત સમારોહ સંબંધિત તમામ બીલોની પ્રમાણિત નકલો આપવાનો ઈન્‍કાર કરી દેવામાં આવ્‍યો છે. તેજ ભ્રષ્ટાચારને સાબિત કરે છે. બીલોને મંજુરી આપનાર સતાધીશનું નામ અને હોદાની વિગત આપવાનો પણ ઈન્‍કાર કરી દેવામાં આવ્‍યો છે. આ કામગીરીમાં કોટેશનોની પ્રમાણીત નકલો આપવાને પણ RTI અધિનિયમ-૨૦૦૫ કલમ-૮(૧)(ડી) નું ખોટું અર્થઘટન કરી પ્રમાણિત નકલોનો ઈન્‍કાર કરવામાં આવ્‍યો છે. ખરેખર નિયમ પ્રમાણે જયારે બીડ સક્રિય ન હોય વર્કઓર્ડર આપવામાં આવી ચૂકયો હોય અને કાર્યક્રમને ઘણા મહિના વિતી ગયા હોય ત્‍યારે આ કલમ હેઠળ માહિતી નકારવી યોગ્‍ય નથી.

AIIMS પ્રશાસનની ભ્રષ્ટાચારની નીતિ, લાપરવાહી, ફરજ બેદરકારી અને સૌરાષ્‍ટ્ર ભા.૪.૫. ના નબળા સાંસદો- ધારાસભ્‍યશ્રીઓ અને નેતાઓના પાપે ૩૫ લાખમાં જે કામગીરી કરવાની હતી તે ૧ કરોડને ૩૫ લાખે પહોંચી છે અને છતાં પણ AIIMS હોસ્‍પીટલની પ્રથમ બેન્‍ચના ડીગ્રી મેળવનાર આ વિદ્યાર્થીઓને પોતાનો ઓડીટોરીયમનો લાભ મળી શકયો નથી. આ ભા.જ.૫. સરકાર અને AIIMS પ્રશાસનની નિષ્‍ફળતા દર્શાવે છે.

(3:48 PM IST)