તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
રાજકોટ કન્ટ્રોલરૂમના ACP વી. જી. પટેલને ફરજમાંથી બરતરફ કરાયા:નિવૃત્તિના એક દિવસ પહેલા જ ગૃહ વિભાગની કાર્યવાહી
રાજકોટમાં જુગારના આરોપીને મદદ કરવાના ગંભીર આક્ષેપો થયા બાદ તેની તપાસમાં દોષિત જાહેર થયેલા

રાજકોટમાં જુગારના આરોપીને મદદ કરવાના ગંભીર આક્ષેપો થયા બાદ તેની તપાસમાં દોષિત જાહેર થયેલા રાજકોટ કન્ટ્રોલરૂમના ACP વી. જી. પટેલ તેમની ફરજ નિવૃત્તિના એક દિવસ પહેલા જ ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગે 30મી મેના રોજ તેમને ડિસમીસ કરવાનો આર્ડર જાહેર કરી દીધો હતો.
રાજકોટ શહેરના પોલીસ કન્ટ્રોલ રૂમમાં ACP તરીકે ફરજ બજાવતા વી. જી. પટેલ સામે ગૃહ વિભાગે કડક પગલું ભર્યું છે. તેઓ ગઈકાલે સાંજે નિવૃત્ત થવાના હતાં અને જુગારના કેસમાં તેમની સામે ચાલી રહેલી તપાસમાં તેઓ દોષિત સાબિત થતાં તેમની સામે ગૃહ વિભાગે નિવૃત્તિના એક દિવસ પહેલા જ ડિસમિસ કરવાનો ઓર્ડર જાહેર કર્યો હતો. જેના કારણે સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
ACB વી.જી પટેલ જ્યારે વડોદરામાં ફરજ બજાવતા હતાં ત્યારે મકરપુરા પોલીસમાં જુગારનો એક કેસ નોંધાયો હતો. આ કેસમાં આરોપી પકડાય નહીં તે માટે તેની મદદ કરવાનો તેમની પર આરોપ લાગ્યો હતો. ત્યાર બાદ તેમની સામે આરોપીને મદદ કરવાના આક્ષેપ અંતર્ગત ખાતાકિય તપાસ શરૂ થઈ હતી. આ તપાસનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપવામાં આવ્યો હતો. જેથી ગૃહ વિભાગે એસીપી વી જી પટેલને તેમની નિવૃત્તિના એક દિવસ પહેલા જ ડિસમીસ કરવાનો ઓર્ડર જાહેર કર્યો હતો.
(8:22 PM IST)










