<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

રાજકોટ કલેકટર દ્વારા ૮૯ તલાટીઓને ર થી ૩ દિવસમાં ડીટેઇલ પોસ્‍ટીંગ અપાશે

તમામના દસ્‍તાવેજોની ચકાસણી પુરીઃ નિમણુંક પત્રો અપાયા

રાજકોટ, તા. ૩ : સરકાર તરફથી ફાળવાયા બાદ રાજકોટ જિલ્લામાં ૮૯ નવા મહેસુલ તલાટીઓની નિમણુંક કરવામાં આવી છે. આ તમામ નવનિયુક્‍ત તલાટીઓને ખૂબ જ ટૂંક સમયમાં અલગ-અલગ જગ્‍યાઓ પર પોસ્‍ટિંગ (નિમણૂક સ્‍થળ) આપી દેવામાં આવશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોમાંથી રાજકોટ જિલ્લાને ૯૨ મહેસુલ તલાટીઓ ફાળવવામાં આવ્‍યા  હતા. જેમાંથી ૮૯ હજાર થતા જિલ્લા કલેક્‍ટર તંત્ર દ્વારા આ તમામ ઉમેદવારોના દસ્‍તાવેજોની ચકાસણી (ડોકયુમેન્‍ટ વેરિફિકેશન) સહિતની જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, નિમણુંક પત્રો આપી દેવાયા છે.

હવે માત્ર સત્તાવાર ઓર્ડર અને પોસ્‍ટિંગ આપવાની કામગીરી બાકી છે, જે આગામી થોડા જ દિવસોમાં પૂર્ણ કરી દેવામાં આવશે.વહીવટી તંત્ર અને અરજદારોને મોટો ફાયદો

હાલમાં રાજકોટ જિલ્લાના ઘણા ગામોમાં મહેસુલ તલાટીઓની જગ્‍યાઓ ખાલી હોવાને કારણે એક જ તલાટી પાસે એક કરતા વધુ ગામોનો વધારાનો ચાર્જ હતો. આના કારણે કામનું ભારણ વધતું હતું અને અરજદારોના કામમાં વિલંબ થતો હતો.

(3:39 PM IST)