<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

રાજકોટ શહેર એસઓજીએ ૮ ૨૬ લાખના ૧૬ કિલો ગાંજા સાથે મહારાષ્ટ્ રાજકોટના ત્રણને પકડયા : જુઓ વિડિયો

ગોંડલ રોડ ચોકડી પાસે દરોડો: ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની સૂચના અંતર્ગત પીઆઇ એન.બી. ચૌધરી,પીએસઆઈ બી.વી. ચુડાસમા અને ટીમની કામગીરી: એએસઆઈ રવિભાઈ વાંક, ભરતસિંહ પરમાર, હેડકોન્સ. સ્નેહભાઈ ભાદરકાની બાતમી

​રાજકોટ:  શહેરનું યુવાધન નશાના માર્ગે ના ધકેલાય તે માટે "SAY NO TO DRUGS" અભિયાન હેઠળ પોલીસે નશાકારક પદાર્થોની હેરાફેરી કરતી ગેંગ સામે લાલ આંખ કરી છે. સ્પેશયલ ઓપરેશન ગ્રુપ ટીમને મળેલી સચોટ બાતમીના આધારે ગોંડલ ચોકડી પાસે ગોઠવાયેલી ખાસ ફીલ્ડિંગ દરમિયાન, મહારાષ્ટ્રથી રાજકોટમાં માદક પદાર્થ ઘુસાડવાનો પ્રયાસ કરતા ત્રણ શખ્સોને રૂ. ૮.૩૬ લાખના મુદ્દામાલ અને ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડી નશાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર તરફથી ગાંજો લાવ્યાનુ ત્રણેય રટણ કરે છે 

જાણવા મળ્યા મુજબ નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અને સેવન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે એસ.ઓ.જી. શાખા દ્વારા વિશિષ્ટ વાચ રાખી ગોંડલ ચોકડી નજીકથી માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઈ. રવિભાઈ વાંક, એ.એસ.આઈ. ભરતસિંહ પરમાર તથા હેડકોન્સ. સ્નેહભાઈ ભાદરકાને ચોક્કસ​બાતમી મળેલ કે અમુક શંકાસ્પદ શખ્સો થેલાઓમાં ગાંજો લઈને ગોંડલ ચોકડી તરફ આવી રહ્યા છે, જેના આધારે પોલીસે સ્થળ પર કોર્ડન કરી ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી. તેમની અંગજડતી લેતા તેમની પાસેથી કુલ ૧૬.૫૮૨ કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો કિંમત રૂ. ૮,૨૬,૫૦૦, બે મોબાઈલ કિંમત રૂ.૧૦'૦૦૦ તથા ૨ થેલા મળી કુલ રૂ. ૮,૩૬,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં વાસુદેવ ભગવાનભાઈ ગીરાસે (ઉં.વ. ૨૬, હાલ રહે. ખોડીયારનગર, ગોંડલ રોડ, રાજકોટ; મૂળ રહે. મહારાષ્ટ્ર), રવિન્દ્ર પરમેશ્વર મહાડીક (ઉં.વ. ૪૦, રહે. જળગાંવ, મહારાષ્ટ્ર) અને અજય સુભાષભાઈ યાદવ (ઉં.વ. ૩૬, રહે. ધુલીયા, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે. ત્રણેય વિરુદ્ધ રાજકોટ આઈ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.  

​આ કામગીરી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેક્ટર એન.બી.ચૌધરી, પીએસઆઈ બી.વી.ચુડાસમા, એ.એસ.આઈ. અરુણભાઈ બાંભણીયા, રવિભાઈ વાંક, રાજેશભાઈ બાળા, ભરતસિંહ પરમાર, સિદ્ધરાજસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. સ્નેહભાઈ ભાદરડા, ડ્રાઈવર પો.કોન્સ. નરપતસિંહ જાડેજા, ડ્રા.પો.કોન્સ. નિર્મળસિંહ ઝાલા, મહિલા પો.કોન્સ. મોનાબેન બુસા જોડાયા હતાં. પ્રાથમિક પરીક્ષણ એફ.એસ.એલ. અધિકારી કે.એમ.તાવીયાએ કર્યું હતું.

(4:34 PM IST)