<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

​રાજકોટ શહેરએસઓજીએ રૂ. ૨.૮૯ લાખના પોસડોડાના જથ્થા સાથે રાજસ્થાનના સપ્લાયરને ઝડપી લીધો : જુઓ વિડિયો

પીઆઇ એન.બી. ચૌધરી, પીઆઇ બી.બી. જાડેજા તથા પીએસઆઇ બી.વી. ચુડાસમાની રાહબરી: એએસઆઇ રાજેશભાઈ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા તથા કોન્સ. જયપાલસિંહ ઝાલાની બાતમી

​રાજકોટ: શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા અને નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ તેમજ સેવન રોકવા માટે "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર  ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ભરત બી. બસીયા તરફથી મળેલી કડક સૂચનાઓના આધારે SOG શાખા દ્વારા માદક પદાર્થ પોસડોડા (પોપીસ્ટ્રો) ના મોટા જથ્થા સાથે રાજસ્થાનના સપ્લાયરને પકડી પાડવામાં સફળતા મળી છે.

​આ કાર્યવાહી એસ.ઓ.જી. પો.ઇન્સ. એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ સાયબર ક્રાઇમ પો.સ્ટેશનના પો.ઇન્સ. બી.બી. જાડેજા તથા એસ.ઓ.જી. શાખાના પો.સબ.ઇન્સ. બી.વી. ચુડાસમાની રાહબરી હેઠળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એસ.ઓ.જી. શાખાના એએસઆઇ રાજેશભાઈ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. જયપાલસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમીના આધારે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ નવાગામ જવાના રસ્તાની સામે આવેલ શિવ શક્તિ હોટલ બહાર જાહેર રોડ પરથી પ્રતિબંધિત માદક પદાર્થ પોસડોડા (પોપીસ્ટ્રો)ના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

​પોલીસે આરોપી પાસેથી ૧૬.૩૦૦ કિલોગ્રામ માદક પદાર્થ પોસડોડા જેની કિંમત રૂ. ૨,૮૯,૫૦૦, રૂ. ૪૦,૦૦૦ની કિંમતનો એપલ કંપનીનો આઇફોન ૧૬ મોડેલનો મોબાઇલ ફોન, રૂ. ૩,૬૦૦ની રોકડ રકમ તથા એક આધારકાર્ડ મળી કુલ રૂ. ૩,૩૩,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

​આ કેસમાં પકડાયેલ આરોપીનું નામ ચુનારામ માલારામ જાટ (ઉં.વ. ૩૭, ધંધો: કારખાનામાં મજુરી, રહેવાસી, હાલ- કુવાડવા ગામ જીઆઈડીસીમાં, તા.જી. રાજકોટ, મૂળ રહેવાસી: એડસિંઘરી ગામ, જિ. બાડમેર, રાજસ્થાન) છે.

​આ  કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર  એન.બી. ચૌધરી, સાયબર ક્રાઇમ પો.ઇન્સ. બી.બી. જાડેજા, એસ.ઓ.જી. શાખાના પો.સબ.ઇન્સ. બી.વી. ચુડાસમા, એ.એસ.આઇ. અરૂણભાઈ બાંભણીયા, એ.એસ.આઇ. રાજેશભાઈ બાળા, એ.એસ.આઇ. સિધ્ધરાજસિંહ જાડેજા, પો.કોન્સ. જયપાલસિંહ ઝાલા, પો.કોન્સ. રવિભાઈ ધગલ, મહિલા પો.કોન્સ. મોનાબેન બુસા, મહિલા પો.કોન્સ. ભાગ્યલક્ષ્મીબા ઝાલા તથા ડ્રાઇવર પો.કોન્સ. નિર્મળસિંહ જયેન્દ્રસિંહ સામેલ હતા. આ ઉપરાંત, એફ.એસ.એલ. અધિકારી  કે.એમ. તાવીયા દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરી પોતાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો.

(5:09 PM IST)