<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

SIR દરમિયાન રદ કરાયેલ ૩ લાખથી વધૂ મતદારો અંગે રાજકોટ શહેર-જીલ્લામાં ફરીથી ઘરે-ઘરે ઝુંબેશ શરૂ

ત્રણ રવીવારની બૂથ ઉપરની ખાસ ઝુંબેશમાં ૧૫ હજાર નવા નામો ઉમેરવાના ફોર્મ આવ્‍યા.. નામ કમી માટે ૧૯૪૮ ફોર્મ આવ્‍યા સૂધારા-વધારા માટે ૧૬ હજાર ફોર્મ ભરાયા

રાજકોટ, તા.૨૬: રાજકોટ જિલ્લામાં મતદારયાદી સતત સુધારણા અભિયાન અંતર્ગત તા. ૧૧, ૧૮ અને ૨૫ ઓક્‍ટોબર, ૨૦૨૬ના રોજ ખાસ ઝુંબેશ દિવસો જાહેર કરવામાં આવ્‍યા હતા. આ ઝુંબેશ દરમિયાન નવા મતદારોનાં નામ ઉમેરવા તેમજ મતદારયાદીમાં સુધારા-વધારા કરવા માટે મોટી સંખ્‍યામાં ફોર્મ પ્રાપ્ત થયાં છે. બીજી બાજુ  SIR દરમિયાન  ૩ લાખથી વધૂ મતદારો કે તેઓ અવસાન પામ્‍યા કે,સ્‍થળાંતર થઇ ગયાનું બહાર આવેલ તે તમામ નામોનું વેરીફીકેશન રાજકોટ શહેર અને જીલ્લામાં હાલ  BL0 મારફત ઘરે ઘરે ચાલૂ કરાયું છે, તેમજ સ્‍ત્રી મતદારો અંગે પણ કાર્યવાહી થઇ રહી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, તા. ૧૧ ઓક્‍ટોબરના રોજ રાજકોટ જિલ્લામાં નવા નામ ઉમેરવા માટે કુલ ૩,૯૨૦ ફોર્મ મળ્‍યાં હતાં. આ ઉપરાંત, ૧,૯૮૬ ફોર્મ નામ કમી કરવા માટે પ્રાપ્ત થયાં હતાં. તે જ રીતે, તા. ૧૮ ઓક્‍ટોબરના રોજ નવા નામ ઉમેરવા માટે ૪,૨૧૧ ફોર્મ મળ્‍યાં હતાં, જ્‍યારે નામ કમી કરવા માટે ૧,૮૭૯ ફોર્મ પ્રાપ્ત થયાં હતાં.અને ગઇકાલે  તા. ૨૫ ઓક્‍ટોબરના રોજ નવા નામ ઉમેરવા માટે ૧,૭૫૨ ફોર્મ મળ્‍યાં હતાં, જ્‍યારે નામ કમી કરવા માટે ૨,૮૬૬ ફોર્મ પ્રાપ્ત થયાં હતાં.

  આમ ૨૫ દિવસથી ત્રણ રવિવારની સમગ્ર ઝુંબેશ દરમિયાન રાજકોટ જિલ્લામાં કુલ ૧૪,૮૪૩ ફોર્મ નવા નામ ઉમેરવા માટે પ્રાપ્ત થયાં હતાં. જ્‍યારે નામ કમી કરવા માટે કુલ ૧,૯૪૮ ફોર્મ મળ્‍યાં હતાં. આ ઉપરાંત, મતદારયાદીમાં સુધારા-વધારા માટે કુલ ૧૫,૭૫૩ ફોર્મ પ્રાપ્ત થયાં હતાં.

(2:41 PM IST)