તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
લોકશાહીની હત્યા અને યુવાનો પર થયેલા દમનના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન
ભાજપ સરકાર લોકશાહીનું ગળુ ઘોટીને યુવાનોના અવાજને લાઠીના જોરે દબાવવાનો પ્રયાસ કરી રહી છેઃ ડો. રાજદીપસિંહ જાડેજા

રાજકોટઃ સમગ્ર દેશમાં પોતાના હક્ક અને અધિકારોની માંગ સાથે નવી દિલ્હીના જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા યુવાનો પર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ તેમજ લોકશાહી અવાજને દબાવવાના પ્રયાસોના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત ચોક અકિલા સર્કલ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
આ વિરોધ કાર્યક્રમ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિહ જાડેજાની આગેવાની હેઠળ યોજાયો હતો.
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે યુવાનો દેશનું ભવિષ્ય છે. પોતાના હક્ક અને ન્યાય માટે અવાજ ઉઠાવવો દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. પરંતુ ભાજપ સરકાર લોકશાહીનું ગળું ઘોંટીને યુવાનોના અવાજને લાઠીના જોરે દબાવવાનો પ્રયાસ કરી રહી છે, જે અત્યંત નિદનીય અને અસ્વીકાર્ય છે.
આંદોલન કરી રહેલા યુવાનોને સમર્થન આપવા પહોંચેલા લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી તથા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજીની કરવામાં આવેલી ધરપકડ પણ લોકશાહી મૂલ્યો પર સીધો હુમલો છે. લોકશાહી દેશમાં વિરોધ કરવાનો અને પોતાના અધિકારો માટે લડવાનો દરેક નાગરિકને અધિકાર છે. આ અધિકારનું દમન કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.
રાજકોટ શહેર કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દેશના યુવાનોના અવાજને દબાવવાના અને લોકશાહીની હત્યા કરવાના આવા પ્રયાસો સામે કોંગ્રેસ સતત લડત આપતી રહેશે અને કોઈપણ સંજોગોમાં આવા અન્યાયને સહન કરવામાં આવશે નહીં.
આ વિરોધ પ્રદર્શનમાં ડો. રાજદીપસિહ જાડેજા સહિત મહેશ રાજપુત ,જસવંતસિહ ભટ્ટી, અતુલ રાજાણી,ડી.પી મકવાણા, વશરામભાઇ સાગઠીયા, નરેન્દ્ર સોલંકી, મકબૂલભાઇ દઉંદાની, ઈબ્રાહિમભાઈ સોરા, અર્જુનભાઈ ચોહાણ,દીપ્તિબેન સોલંકી રસીલાબેન ગરૈયા,મનીષાબેન રોજાસરા, આદિત્યસિહ ગોહિલ, વૈશાલી શીંદે, રવિ જીતીયા,મુકુંદ ટાંક,હરપાલસિહ જાડેજા જયદીપ મિયાત્રા, હીરલ રાઠોડ, પ્રફુલાબા ચોહાણ, નયનાબા જાડેજા, વરુણ જાની, સોહિલ ઝરીયા ,અક્ષાંશ ગોસ્વામી, રાજુ ચાવડા, જીતુભાઈ રાઠોડ, મયુર શાહ, ભાવેશ વાઘેલા, કુણાલ ચોહાણ રાહુલ સોલંકી,સલીમ કારિયાણી,વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:23 PM IST)










