તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Wednesday, 2nd September 2026
ઉત્તરાખંડમાં થયેલા જાતિવાદી કૃત્યના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

રાજકોટ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજીની હલ્દવાની ખાતે યોજાયેલી રેલી દરમિયાન ભાજપ-આરઍસઍસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા ઘૃણાસ્પદ અને જાતિવાદી ‘શુદ્ધિકરણ વિધિ’ના કૃત્યના વિરોધમાં કોંગ્રેસના લોકસભા વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજીઍ કડક વલણ અપનાવી જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી તથા ઍફઆઇઆર નોંધવાની માંગ કરી હતી. આ ઘટનામાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાને બદલે ઉત્તરાખંડ પોલીસે શ્રી રાહુલ ગાંધીજી વિરુદ્ધ ઍફઆઇઆર નોંધતાં સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. બંધારણીય મૂલ્યો, સામાજિક સમાનતા અને દરેક નાગરિકના ગૌરવ સાથે જોડાયેલા આ મુદ્દે કાર્યવાહી કરવાને બદલે વિરોધ પક્ષના નેતાને જ નિશાન બનાવવામાં આવતા આ સમગ્ર ઘટનાના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાઍ જણાવ્યું હતું કે, દેશના બંધારણમાં દરેક નાગરિકને સમાનતા અને સન્માનનો અધિકાર આપવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ સાથે જાતિ કે સામાજિક ઓળખના આધારે ભેદભાવ કરવામાં આવે તે અત્યંત નિંદનીય બાબત છે. જે લોકોઍ જાતિવાદી અને ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈઍ. પરંતુ તેના બદલે ફરિયાદ કરનાર અને અન્યાય સામે અવાજ ઉઠાવનાર શ્રી રાહુલ ગાંધીજી સામે જ ઍફઆઇઆર કરવામાં આવી છે. આ પ્રકારની કાર્યવાહી માત્ર ઍક વ્યક્તિ સામેની કાર્યવાહી નથી, પરંતુ તે સામાજિક ન્યાય અને બંધારણીય મૂલ્યો માટે અવાજ ઉઠાવનાર દરેક વ્યક્તિને દબાવવાનો પ્રયાસ છે. તેમ રાજદીપસિંહ જાડેજાઍ આક્રોશ વ્યકત કરતા જણાવ્યુ હતુ. વિરોધ પ્રદર્શનના આ કાર્યક્રમમાં ડો.રાજદીપ સિંહ જાડેજા સહિત ડો.હેમાંગ વસાવડા, વશરામભાઈ સાગઠીયા, ડી.પી. મકવાણા, સંજય અજુડિયા,ગોપાલ અનડકડ, નીતિન ભંડેરી, વૈશાલી શીંદે, અર્જુનભાઈ ચૌહાણ, ઈબ્રાહીમભાઇ સોરા, મેહુલ મકવાણા, જયદીપ મયાત્રા, રવિ જીતીયા, ગોવિંદભાઈ સભાયા, હિરલ રાઠોડ, મનીષાબા વાળા, નયનાબા જાડેજા, ચંદ્રિકાબેન વરણીયા, જયાબેન ચોહાણ, દીપુ રવિયા, કરીના કુરેશી, બબીતાબેન, કનકસિંહ જાડેજા, તુષાર નંદાણી, હાજીભાઈ ઓડિયા, દીપ ભંડેરી, હરપાલસિંહ જાડેજા, ગૌરવ ખીમસુરીયા, ઠાકરશીભાઈ ગજેરા, જે. કે. અણદાણી, મેઘરાજસિંહ જાડેજા, હબીબભાઈ કટારીયા, મુકુંદ ટાંક,ગૌરવ પૂજારા, જગદીશસિંહ જાડેજા, અક્ષાંશ ગોસ્વામી, કાદરભાઈ, જીતુભાઈ રાઠોડ, આર્યનભાઈ, ગીરીશભાઈ પટેલ, અફસલભાઈ, કિરીટભાઈ, દીપેનભાઈ ભગદેવ, હસુભાઈ ગોસ્વામી, દિલીપભાઈ આસવાણી, ડો. ભરતભાઈ કોયાણી, અહેસાન ભાઈ, ચૌહાણ, ભરતભાઈ, ભાવેશ વાઘેલા, જગદીશસિંહ જાડેજા, અજીતભાઈ વાંક, ભીખુભાઈ પરમાર, મનુભાઈ કોટક, ફેનિલ વોરા, બીપીન રાઠોડ, નિલેશભાઈ મારુ, લલીતભાઈ ડાંગર, નરેન્દ્ર પટેલ, કેતન તાળા યજ્ઞેશ દવે, રસિકભાઈ ભટ્ટ, રઘુરામભાઈ યાદવ, યુનુસભાઇ જુણેજા, મુકેશભાઈ જાદવ, રમેશભાઈ ઝુંઝા, વિરાજભાઈ વાઘેલા, ધર્મેશભાઈ ચાવડા, સલીમભાઈ, સમીરભાઈ, ઉકેશભાઈ, બેલીમભાઇ, હાર્દિકભાઈ, કુણાલ ચૌહાણ, જીતુભાઈ ઠાકર, સિદ્ધાર્થભાઈ વાઘેલા, જાહિદભાઈ, સિકંદરભાઈ ડાકોરા, માવજીભાઈ રાખસીયા, અહમદભાઈ નાઈ, ભરતભાઈ કુંભારખાણીયા, સુરેશભાઈ હરસોડા, ભીખુભાઈ પરમાર, અફઝલભાઈ શેખ, વર્ધન હિરાપરા, પ્રથમ વધવાણા, પ્રિયાંશુ ગોંડલિયા, અભય પરમાર, વેદાંત પટેલ, ધ્યેય કાસુંદ્રા, યશ પટેલ, ઙ્ગષિ પરમાર, ખુશ ડોંગા, નિરવ પટેલ, રિધાન ગોરસિયા વગેરે ઉપસ્થિત રહ્ના હતા. બેનરો પ્રદર્શિત કરી વિરોધ નોîધાવવામાં આવ્યો હતો. (૧૬.૫)
(3:40 PM IST)










