News of Wednesday, 16th September 2026
અમદાવાદ ખાતે આયોજીત ધરણા-પ્રદર્શન કાર્યક્રમમાં રાજકોટ સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સ એસો. પણ જોડાશે
આઠમાં પગારપંચમાં ટર્મ ઓફ રેફ્રન્સીઝમાં પેન્શનર્સનું નામ ઉમેરવા સહિતના પ્રશ્ને

રાજકોટ : સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સ એસોસીએશનના સભ્યો તા. ૧૮ ના શુક્રવારે અમદાવાદ ખાતે ફોરમ ઓફ સિવિલ પેન્શનર્સ એસોસીએશન (સેન્ટ્રલગવર્મેન્ટ) (FCPA) (NCCPA) ગુજરાત દ્વારા વિવિધ માગણીઓ માટે આયોજીત ધરણા પ્રદર્શનમાં જોડાશે. તેમ જણાવાયું છે.
પેન્શનર્સની માગણીઓ આ મુજબ છે. (૧) આઠમાં પગારપંચના ટર્મ ઓફ રેફ્રન્સીઝ (TOR)માં પેન્શનર્સનું નામ ઉમેરવા. (ર) વર્ષ ર૦રપ ના પેન્શન વેલિડેશન એકટ ફાયનાન્સ બીલમાં સુધારો કરવા, (૩) કોમ્પ્યુટેડ પેન્શનના સમયગાળામાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બદલવા. (૪) સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમમાં સુધારો કરવો. દરેક જિલ્લા લેવલે સીજીએચએસ વેલનેસ સેન્ટર ચાલુ કરવું. આવી વિવિધ માગણીઓ માટે તા. ૧૭-૯, ૧૮-૦૯, ૧૯-૦૯ ત્રણ દિવસના ધરણા પ્રદર્શન અમદાવાદ ખાતે રાખેલ છે. જેમાં રાજકોટથી એ.જી. ઓફીસ, બીએસએનએલ.ના નિવૃત કર્મચારીઓ પણ જોડાશે. તેમ જણાવાયું છે.
તસ્વીરમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સ એસોસીએશન રાજકોટના કિશોરસિંહ જાડેજા પ્રમુખ (મો. ૯૮ર૪૦ ૮૦૯૮૧) હસમુખ પટેલ, વી. ડી. પંડયા ઉપપ્રમુખ, નટુભા જાડેજા, લલીત રાવલ, બી. યુ. મહેતા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:09 PM IST)










