તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
રાજકોટમાં લોકશાહી પર્વની ઉજવણી: રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પરિવાર સાથે કર્યું મતદાન
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 માં નાગરિક ફરજ નિભાવી સાંસદે લોકોને મહત્તમ મતદાનની કરી ખાસ અપીલ, કહ્યું- “મજબૂત લોકશાહી માટે દરેક મત કિંમતી”

રાજકોટ તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત રવિવારે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટ ખાતે પરિવાર સાથે મતદાન કરીને નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી.
મતદાન કર્યા બાદ સાંસદ રામભાઈ મોકરિયાએ નાગરિકોને ખાસ અપીલ કરતા જણાવ્યું કે, લોકશાહીના આ મહાપર્વમાં દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ અચૂક કરવો જોઈએ. મજબૂત સ્થાનિક સરકાર અને વિકાસ માટે દરેક મત કિંમતી છે. તેમણે યુવાનોને પણ મોટી સંખ્યામાં બહાર આવીને મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
રાજકોટમાં સવારથી જ મતદાન મથકો પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંસદ મોકરિયાના મતદાનથી પ્રેરાઈને તેમના સમર્થકો અને કાર્યકરોમાં પણ મતદાન માટે ઉત્સાહ વધ્યો છે.
મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.
(10:55 AM IST)










