<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

રાજકોટ બ્રહ્મસમાજની પ્રેરણાદાયી પહેલઃ માત્ર રૂ.૨૦માં મળશે પૌષ્ટિક અને સ્‍વાદિષ્ટ ભોજન

સમસ્‍ત બ્રહ્મસમાજનો અનોખો સંકલ્‍પઃ હવે કોઇ બ્રહ્મ બંધુ ભૂખ્‍યો નહીં રહે : કશ્‍યપ શુક્‍લ અને દર્શીત જાનીની ટીમ દ્વારા આવતીકાલથી ‘અન્નપૂર્ણા સંકલ્‍પ યોજના'નો થશે મંગલ પ્રારંભ : જ્ઞાન સંકલ્‍પ યોજના : સમાજના આર્થિક જરૂરિયાતમંદ તેજસ્‍વી વિદ્યાર્થી માટેનો પ્રોજેકટ : શ્રવણ સંકલ્‍પ યોજના : સમાજના વળદ્ધ અને નિરાધાર લોકોને ઘર બેઠા રાશન કીટ મળે તેવી યોજના : અન્નપૂર્ણાસંકલ્‍પ યોજનાઃ વયોવૃદ્ધ જરૂરિયાતમંદ, નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓને તેમજ સારવાર માટે આવેલ દર્દી તેમજ તેના પરીવાર માટે આશીર્વાદરૂપ યોજના

રાજકોટઃ શ્રી સમસ્‍ત બ્રહ્મસમાજ, રાજકોટ દ્વારા બ્રાહ્મણ ર્બોડિંગ ૬, રજપૂતપરા ખાતે અન્નપૂર્ણા સંકલ્‍પ પ્રોજેક્‍ટ અંતર્ગત સમાજના વયોવળદ્ધ જરૂરિયાતમંદ તેમજ નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓએ તેમજ સારવાર માટે આવેલ દર્દી તેમજ તેના સંબંધીઑને બપોરે એક સમયે સ્‍વાદિષ્ટ ભોજન મળી રહે એવા એક ઉમદા વિચારથી આ યોજનાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે આ યોજના માત્ર બ્રાહ્મણ પરીવાર માટેની રહેશે અને આ યોજનાના લાભર્થીઓ માત્ર ૨૦ રૂપિયામાં ભરપેટ ભોજન કરી શકશે. બ્રહ્મ સમાજ હમેંશા પોતાનાથી બનતી સામાજિક ઉતરદાયિત્‍વની જવાબદારીઓ નિભાવતું આવ્‍યું છે અને આ સંકલ્‍પ થકી વધુ એક સેવાનો ઉમેરો કરવા જઈ રહ્યું છે. તેમ સંસ્‍થાના માર્ગદર્શક શ્રી કશ્‍યપભાઇ શુકલ (મો.૯૮૨૪૩ ૦૦૯૯૯) અને પ્રમુખ શ્રી દર્શીતભાઇ જાની (મો. ૯૮૭૯૦ ૦૯૩૯૨)એ જણાવાયું છે.

શ્રી સમસ્‍ત બ્રહ્મસમાજ, રાજકોટ દ્વારા સામાજિક ઉત્‍કર્ષ અને સેવાની અનેકવિવિધ યોજનાઓ ચાલી જેવી કે જ્ઞાન સંકલ્‍પ યોજના, શ્રવણ સંકલ્‍પ યોજના, વિવિધ પર્વોની ઉજવણી, બ્રહ્મ સોશિયલ ક્‍લબ વગેરેના માધ્‍યમથી ખરા અર્થમાં સમાજ પ્રત્‍યેની જવાબદારી અને લાગણી વ્‍યક્‍ત કરી રહ્યા છે..

જ્ઞાન સંકલ્‍પ યોજના છેલ્લા ૮ વર્ષથી ચાલી રહી છે જેમાં સમાજના આર્થિક જરૂરિયાતમંદ પરિવારના અભ્‍યાસમાં તેજસ્‍વી બાળકોને ધો.૮ ના પરિણામ તેમજ પ્રવેશ કસોટીના આધારે ૨૦ બાળકોને પસંદ કરી ધો. ૯ થી ૧૨ સુધી શહેરની નામાંકિત શાળામાં નિઃશુલ્‍ક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત મેરીટ અને આર્થિક જરૂરિયાતના આધારે ઉચ્‍ચ અભ્‍યાસમાં પણ આર્થિક સહાય કરવામાં આવે છે.આજસુધીમાં આ યોજના અંતર્ગત ૨૫૦થી વધુ બાળકોને લાભ આપવામાં આવ્‍યો છે. શ્રી ગુલાબભાઈ જાની અને શ્રી ગિજુભાઈ ભરાડના માર્ગદર્શનમાં આ પ્રોજેકટ ચાલી રહ્યો છે.

શ્રવણ સંકલ્‍પ યોજના અંતર્ગત વળદ્ધ અને નિરાધાર વડીલોને તેમની કોઈ ઓળખ આપ્‍યા વગર સન્‍માનભેર તેમના ઘેર પ્રતિમાસ સંપૂર્ણ રાશનકિટ તેમજ જરૂરી વસ્‍તુઓ તેમના શ્રવણ બની પહોંચાડવામાં આવે છે. આ યોજના છેલ્લા ૧૦ માસથી કાર્યરત છે અને પ્રતિમાસ ૧૦૦થી વધુ પરિવારોને તેનો લાભ લઈ રહ્યા હોવાનું જણાવાયું છે.

 આ ઉપરાંત શ્રી સમસ્‍ત બ્રહ્મસમાજ, રાજકોટ દ્વારા શિવરાત્રિ મહોત્‍સવ, બળેવનો કાર્યક્રમ, ગણપતિ ઉત્‍સવ, નવરાત્રિ મહોત્‍સવ, તોહ મિલન, ક્રિકેટ ટુર્નામેંટ, ધૂળેટીનું આયોજન વગેરેના આયોજન દ્વારા બહોળી સંખ્‍યામાં ભૂદેવોને એકત્રિત કરી સામાજિક ઉતરદાયિત્‍વ નિભાવવામાં આવે છે.

શ્રી સમસ્‍ત બ્રહ્મસમાજ, રાજકોટ બહ્મઅગ્રણીશ્રી કશ્‍યપભાઈ શુક્‍લ અને શ્રી સમસ્‍ત બ્રહ્મસમાજ, રાજકોટના પ્રમુખશ્રી દર્શિતભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ દીપકભાઈ પંડ્‍યા, નલિનભાઈ જોશી, ડૉ.અતુલભાઈ વ્‍યાસ, ડૉ.ક્ષેશભાઇ પંડ્‍યા, જનાર્દનભાઈ આચાર્ય, જયેશભાઇ ઉપાધ્‍યાય, પ્રશાંતભાઈ જોશી, જયેશભાઇ જાની, યોગેન્‍દ્રભાઈ લહેરું, વિપુલભાઈ શુક્‍લ, પરાગભાઈ ભટ્ટ, જયેશભાઇ ભટ્ટ તેમજ મહિલા પાંખના નીલમબેન ભટ્ટ, સુરભિબેન આચાર્ય, ભાવનાબેન જોશી, ધાત્રીબેન ભટ્ટ વગેરે કાર્યરત હોવાનું અંતમાં જણાવાયું છે.

સ્‍થળઃ શ્રી સમસ્‍ત બ્રહ્મસમાજ રાજકોટ, ૬-રજપુતપરા બ્રાહ્મણ બોર્ડીં, રાજકોટ.

(3:26 PM IST)