તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
રાજકોટ બાર એસોસિએશનની જનરલ બોર્ડની બેઠક યોજાઈઃ રાજકોટના બે જજની કોર્ટનો અચોક્કસ મુદત સુધી બહિષ્કાર કરવાનો ઠરાવ
આગામી બાર એસો.ની ચૂંટણી સંદર્ભે હોદ્દેદારો માટે ફીમા વધારોઃ મત ગણતરી ચૂંટણીના બીજા દિવસે કરવામાં આવશે

રાજકોટ, તા.૧૮: રાજકોટ બાર એસોસિએશનની આજે મળેલ જનરલ બોર્ડ ની બેઠકમાં રાજકોટના બે જજ વિરુદ્ધ આવેલ અરજીના અનુસંધાને આ બંને જજની કોર્ટનો અચોક્કસ મુદત સુધી બહિષ્કાર કરવાનું આજની જનરલ બોર્ડની બેઠકમાં ઠરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આગામી ૧૨૬ ની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ૨૫ ૦૦૦ હોદ્દેદારો માટે ૧૫,૦૦૦ અને કારોબારી સહિત મહિલા અનામત લાઇબ્રેરીયન સેક્રેટરી સાઈઝના હોદ્દા માટે રૂા. ૫,૦૦૦ ફી પેટે લેવાનું ઠરાવને સર્વનામ મતે બહાલી આપવામાં આવી છે તેમજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાયા બાદ તે જ દિવસે મત ગણતરી થતી હતી તે મતગણતરી હવે ચૂંટણીના બીજા દિવસે કરવામાં આવશે તેવું પણ મારે સોની મિટિંગમાં ઠરાવ કરી નક્કી કરવામાં આવેલ છ.ે
રાજકોટ બાર એશોસીએશન દ્વારા આજે જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં (૧) રાજકોટ ના બે જજો વિરૂધ્ધ કોર્ટ નો બહીષ્કાર કરવાની વકીલો ની આવેલ અરજી ઉપર રજુઆત તેમજ (૨) આગામી રાજકોટ બાર એશો. ની ચુંટણીમા ઉમેદવારી ફી મા વધારો કરવા અંગે તથા (૩) આગામી રાજકોટ બાર એશો. ની ચુંટણી ની મત ગણતરી ચુંટણીના બીજા દિવસે કરવા અંગે જેવા મુદાઓ અન્વયે રાજકોટ બાર એશોસીએશન ની જનરલ બોર્ડ ની મીટીંગમા આજે ચર્ચા કરવામાં આવી હતી
આજે તારીખ-૧૮/૬/૨૦૨૬ ગુરૂવાર ના રોજ બપોરે ૧૨-૩૦ કલાકે નવા ડીસ્ટ્રીકટ કોર્ટ બીલ્ડીગમાં, પહેલા માળે બી વીગમા બાર રૂમમા આ બેઠક યોજાઇ હતી આ જનરલ બોર્ડ મા હાજર રહેવા રાજકોટ બાર એશોસીએશનના તમામ સભ્યોને વિનંતી કરવામા આવતા મોટીસંખ્યામાં વકિલો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઉપરોક્ત ત્રણેય મુદ્દાઓ અંગે ઉપર મુજબનો નિર્ણય લેવાયો હતો
રાજકોટ બાર એસોસિએશનની આજે બપોરે જનરલ બોર્ડ ની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં આગામી ચૂંટણીમાં પ્રમુખ ,હોદ્દેદારો અને કારોબારી માટે ચૂંટણી લડવા ઉત્સુક ઉમેદવારોના ફીમાં વધારો કરવા નો નિર્ણય લેવાયો હતો.
આ ઉપરાંત રાજકોટના બે જજ વિરુદ્ધ આવેલ અરજીના અનુસંધાને પણ આજની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તેમાં વિવિધ પ્રકારના ઠરાવો કરવામાં આવ્યા હતા તેમજ આ બંને જજની કોર્ટનો અચોક્કસ મુદત સુધી બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો
હવે પછીની બાર એસોસિયેશનની ચૂંટણી યોજાશે ત્યારે પ્રમુખના ઉમેદવારને ફોર્મ ભરતી વખતે રૂપિયા ૨૫૦૦૦ અન્ય હોદ્દેદારોને રૂપિયા ૧૫૦૦૦ તથા કારોબારીમાં અને મહિલા અનામતમાં લાઈબ્રેરી સેક્રેટરી સહિતના હોદ્દા માટે ઉમેદવારી નોંધાવનાર વકીલોએ રૂા. ૫,૦૦૦ ચૂંટણીથી ભરવાની રહેશે તેવો આજની બેઠકમાં નિર્ણય લેવાયાનુ જાણવા મળે છે તેમજ બાર એસોસિયેશનની ચૂંટણી યોજાઈ ગયા બાદ મતગણતરી બીજા દિવસે કરવાનો પણ નિર્ણય લેવાયો છે
(3:51 PM IST)










