<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

રાજકોટ બન્‍યુ યોગમય : વિશ્વ યોગ દિવસની વિવિધ સ્‍થળોએ ઉત્‍સાહભેર ઉજવણી : હજારો લોકો જોડાયા

માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ, રેસકોર્ષ સ્‍નાનાગાર, ફુટબોલ મેદાન સહીત શહેરભરના ખુલ્લા મેદાનોમાં પણ વિવિધ સંસ્‍થા મંડળો દ્વારા થયો યોગાભ્‍યાસ

રાજકોટ : ગઇકાલે રવિવારે વિશ્વયોગ દિવસમાં રાજકોટ યોગમય બની ગયુ હતુ. રજાનો દિવસ હોય લોકોનો ઉત્‍સાહ બેવડાયો હતો. જુદા જુદા સ્‍થળોએ મહાનગરપાલીકા અને કલેકટર તંત્ર દ્વારા વન્‍ડે યોગાના આયોજનો થયા હતા. જેમાં આરએમસી દ્વારા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે સૌથી મોટુ આયોજન કરાતા અંદાજીત ૪ હજારથી વધુ લોકો યોગાભ્‍યાસમાં જોડાયા હતા. ધારાસભ્‍ય ઉદય કાનગડ સહીતના મહેમાનોએ પણ યોગા કર્યા હતા. સહભાગી થનારને ડીઝીટલ સર્ટીફીકેટ એનાયત કરાયા હતા. જયારે રેસકોર્ષના લોકમાન્‍ય તીલક સ્‍નાનાગાર ખાતે બહેનોએ પાણીમાં યોગ કરીની નવતર પ્રયોગો રજુ કર્યા હતા. મ્‍યુઝીક સાથેના આ યોગા ઇન વોટરે ભારે આકર્ષણ જમાવ્‍યુ હતુ. એજ રીતે રેસકોર્ષ ફુટબોલ ગ્રાઉન્‍ડ ખાતે કલેકટરશ્રી ડો.ઓમપ્રકાશ તેમજ રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયાની ઉપસ્‍થિતિમાં યોગાનો કાર્યક્રમ ગોઠવાયો હતો. તેમાં પણ એક હજારથી વધુ લોકો સામેલ થયા હતા. ઉપરાંત વિવિધ સંસ્‍થાઓ, શાળા-કોલેજો દ્વારા પણ સ્‍થાનિક લેવલે યોગાભ્‍યાસ કરાવાયો હતો. ટુંકમાં એક દિવસ માટે સમગ્ર રાજકોટ યોગમય બની રહ્યુ હતુ. તેની પ્રતિતિ કરાવતી વિવિધ તસ્‍વીરો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(11:32 AM IST)