તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
રાજકોટ બન્યુ ‘શિવમય': પૂ. ગીરીબાપુના વ્યાસાસને શિવકથાનો પ્રારંભ
જય સરદાર ગૌશાળા, જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટ-રાજકોટ-કોઠારીયા દ્વારા ભવ્ય ધર્મોત્સવ : શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી અમૃત વાટીકા ગ્રાઉન્ડ સુધીની ભવ્ય પોથીયાત્રા નીકળીઃ રાત્રીના લોકડાયરો, સંતવાણી, સાંસ્કૃતિક કાર્યક્રમો

તસ્વીરમાં પૂ. ગીરીબાપુના વ્યાસાસને આયોજીત શિવકથાની ભવ્ય પોથીયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહયા હતા.
રાજકોટ, તા., ર૩: રાજકોટમાં આજે ગુરૂવારથી પૂ.ગીરીબાપુના વ્યાસાસને ભવ્યાતિભવ્ય શિવકથાનો પ્રારંભ થયો છે. પૂ. ગીરીબાપુ દરરોજ બપોરે ૩ થી ૬ દરમિયાન કથા શ્રવણનો લાભ આપશે. આજે સવારે ૮ વાગ્યે શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદીર ખાતેથી ભવ્ય પોથીયાત્રા નિકળી હતી. જે અમૃત વાટીકા ગ્રાઉન્ડ, ૮૦ ફુટ રોડ સર્વોદય સ્કુલની સામે કથા સ્થળે વાજતે-ગાજતે પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
પોથીયાત્રામાં બેન્ડવાજા, ઘોડા, કાર, બાઇક, જુદી જુદી વેશભુષાઓમાં બાળકો જોડાયા હતા અને મહાદેવના ગગનભેદી નાદ ગુંજયા હતા.
પૂ. ગીરીબાપુના વ્યાસાસને આયોજીત શિવકથામાં દાતાઓનો ભરપુર સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત શ્રી ખોડલ ધામ ટ્રસ્ટ કાગવડ, ગૌશાળા ટ્રસ્ટ, સરસ્વતી ગરબી મંડળ શાપર-વેરાવળ, રાધેશ્યામ યુવક મંડળ, રંગીલા હનુમાનજી મંદીર, રાધેશ્યામ સોસાયટી, જય સરધાર ગૌશાળા બેન્ડ પાર્ટી યુવક મંડળ, શ્રી સરદાર પટેલ સોશ્યલ ગૃપ પડધરી, ડો. પી.જે.પીપળીયા (પ્રમુખ), સરદાર પટેલ સમાજ મેટોડા, હર્ષદભાઇ એલ. પીપરીયા (પ્રમુખ) શ્રી ખોડીયાર યુવક નાટક મંડળ (કોઠા પીપળીયા) શ્રી ખોડીયાર નાટક મંડળ દેવપુર(રણુજા)નો સહયોગ પ્રાપ્ત થયો છે.
ગૌમાતાના સાનિધ્યમાં આયોજિત આ પવિત્ર પ્રસંગમાં બાલાજી દાદાની કળપાથી દરરોજ સાંજે ૬:૦૦ વાગ્યે ભોજન પ્રસાદ તથા દરરોજ રાત્રે ૮:૦૦ કલાકે વિશેષ રાત્રિ કાર્યક્રમ સંતવાણી તથા સાંસ્કળતિક કાર્યક્રમ યોજાશે. જેમાં તા.૨૫ એપ્રિલે અલ્પા પટેલ, હિતેશ અંટાળા તા.૨૬ ને રવિવારે યોગીતા પટેલ, પ્રદીપ પાઘડી, કૌશિક પટેલ તથા તા. ૨૭ને સોમવારે રાજભા ગઢવી અને શ્રુતિ પટેલનો કાર્યક્રમ યોજાયો છે.
જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ (કોઠારીયા)ના સંચાલક ટ્રસ્ટી મંડળના ચેરમેન ગોરધનભાઈ અરજણભાઇ લક્કડ,વાઇસ ચેરમેન જયેશભાઈ પાંચાભાઇ સોરઠીયા, પ્રમુખ ડાયાભાઇ નરશીભાઈ અકબરી,ઉપ પ્રમુખ જેનિશભાઈ આંબાભાઈ ડોબરીયા,ટ્રસ્ટી રમેશભાઈ ગોરધનભાઈ સીદપરા,મંત્રી ઘનશ્યામભાઈ બાબુભાઈ પાંભર,સહ મંત્રી મહેશભાઈ મગનભાઈ વેકરીયા, ખજાનચી દિનેશભાઈ ભોજાભાઈ મેઘાણી,સહ ખજાનચી રસિકભાઈ નાનજીભાઈ મૂંગરા,આયોજન સમિતિના ભુપતભાઈ નાનજીભાઈ ઘીયાડ, મહેન્દ્રભાઈ કરશનભાઈ વાછાણી,ટ્રસ્ટીઓ મનસુખભાઈ માધાભાઈ ખાત્રાણી, સંજયભાઈ ગણેશભાઈ ખાત્રાણી, ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ સોજીત્રા, જેરામભાઈ જીવરાજભાઈ રૈયાણી, ખોડીદાસભાઈ એન. પાનસુરિયા, અશોકભાઈ મોહનભાઈ વેકરીયા,ડૉ. સંજયભાઈ તુલસીભાઈ ખૂંટ, કરમશીભાઈ રણછોડભાઈ પરસાણા સહિતની ટીમ તથા જુદી જુદી સંસ્થાઓના હોદ્દેદારો અને દાતાઓ જહેમત ઉઠાવે છે.
રાજકોટના મવડી વિસ્તારમાં પૂ.ગીરીબાપુના વ્યાસાસને આયોજિત શિવકથામા સૌ ભાવિકોને ઉપસ્થિત રહેવા જય સરદાર ગૌશાળા(રાજકોટ-કોઠારીયા) દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
વધુ માહિતી માટે જય સરદાર ગૌશાળા, જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ-કોઠારીયા કિસાન પંપની પાછળ, શીતળા માતાજીના મંદિર પાસે,નેશનલ હાઇવે ગોંડલ રોડ,રાજકોટ કોઠારીયા (મો.૯૮૯૮૦ ૩૦૨૬૬ ,મો.૯૮૯૮૫ ૩૧૨૩૯) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

(3:16 PM IST)










