તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
રાજકોટ એઇમ્સ : કેન્સર કેર સેન્ટર કાર્યરત : ઓપરેશન વગર અત્યાધુનિક રેડિયોથેરાપી : મહિલાઓ માટે HDR બ્રેકીથેરાપી સેવા
તમામ પ્રકારની જટિલ કેન્સરની સારવાર હવે રાજકોટ એઇમ્સ ખાતે ઉપલબ્ધ : સૌરાષ્ટ્ર-કચ્છને ઐતિહાસિક ભેટ : આયુષ્યમાન ભારત યોજના હેઠળ આર્થિક રાહત....

રાજકોટ, તા. ૩: ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ એઇમ્સ રાજકોટ દ્વારા કેન્સર સારવાર ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના દર્દીઓ માટે હવે AIIMS રાજકોટ ખાતે સર્જરી, કીમોથેરાપી અને
અત્યાધુનિક રેડિયોથેરાપી સહિતની તમામ મુખ્ય કેન્સર સારવાર સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બની છે. આ સાથે AIIMS રાજકોટ પ્રદેશ નું સંપૂર્ણ ઁવન-સ્ટોપ કેન્સર કેર સેન્ટરઁ તરીકે વિકસિત થયું છે.
અત્યાર સુધી કેન્સરના દર્દીઓને સર્જરી અને કિમોથેરાપી બાદ રેડિયેશન સારવાર માટે અન્ય મોટા શહેરોમાં જવું પડતું હતું. હવે AIIMS રાજકોટ ખાતે હાઈ એનર્જી લીનિયર એક્સિલરેટર, CT સિમ્યુલેશન અને HDR બ્રેકીથેરાપી જેવી વૈશ્વિક ધોરણો ની સુવિધા ઓ કાર્યરત થતા દર્દીઓને પોતાના વિસ્તારમાં જ સંપૂર્ણ અને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ થશે.
શરીરમાં કાપો (ચીરો) કર્યા વિનાની સર્જરીઁ જેવી અદ્યતન સારવાર હવે રાજકોટમાં
AIIMS રાજકોટ IMRT (Intensity Modulated Radiation Therapy), VMAT (Volumetric Modulated Arc Therapy), IGRT (Image Guided Radiation Therapy), SRS (Stereotactic Radiosurgery), SRT (Stereotactic Radiotherapy) અને SBRT (Stereotactic Body Radiotherapy) જેવી આધુનિક રેડિયેશન ટેકનિકો શરૂ કરવામાં આવી છે.
આ ટેકનિકો દ્વારા કેન્સરની ગાંઠ પર અત્યંત ચોકસાઈપૂર્વક નિશાન સાધી સારવાર આપી શકાય છે, જેના કારણે આસપાસના તંદુરસ્ત અવયવોને ઓછું નુકસાન થાય છે અને સારવાર વધુ અસરકારક બને છે. આ સુવિધાઓને તબીબી ક્ષેત્રમાં ઘણીવાર (કાપો કર્યા) વિનાની સર્જરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ ઉપરાંત મહિલાઓમાં થતા ગાયનેકોલોજિકલ કેન્સર તેમજ અન્ય જટિલ કેન્સરની સારવાર માટે HDR બ્રેકીથેરાપી સેવાઓ પણ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે.
મલ્ટી ડીસીપ્લીનરી અભિગમથી સર્વાંગી કેન્સર સારવાર
AIIMS રાજકોટ ખાતે જનરલ સર્જરી, ગાયનેકોલોજી, ENT, ઓર્થોપેડિક્સ, મેડિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી સહિતના વિવિધ નિષ્ણાત વિભાગો વચ્ચે ના સંકલન દ્વારા મલ્ટી ડીસીપ્લીનરી કેન્સર સારવાર આપવામાં આવે છે.
હેડ એન્ડ નેક કેન્સર, સ્તન કેન્સર, જઠરાંત્રિય (Gastrointestinal) કેન્સર, ગાયનેકોલોજિકલ કેન્સર, યુરોલોજિકલ કેન્સર તેમજ હાડકાના કેન્સર સહિત વિવિધ પ્રકારના જટિલ કેન્સરની સારવાર હવે AIIMS રાજકોટ ખાતે ઉપલબ્ધ છે.
આયુષ્યમાન ભારત યોજના હેઠળ આર્થિક રાહત
AIIMS રાજકોટમાં ઉપલબ્ધ આ અદ્યતન કેન્સર સારવાર સેવાઓ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્માન ભારત (PM-JAY) હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને
વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેના કારણે આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના દર્દીઓને વિશેષ લાભ મળશે.
(11:39 AM IST)










