News of Friday, 17th July 2026
વિજાપુરના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર ડીસાના યોગેશને રાજકોટ એ-ડિવીઝન પોલીસે પકડયો
અગાઉ પણ અલગ અલગ ત્રણ ગુનાઓમાં સંડોવણીઃ પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ ચાવડા, ભરતસિંહ ગોહિલ અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૭: નાસતા ફરતાં આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત શહેરના એ-ડિવીઝન પોલીસ સ્ટેશન દ્વારા વિજાપુર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર શખ્સને રાજકોટ જુની કોર્ટ પાસેથી પકડી લેવાયો છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. કલ્પેશભાઇ બોરીચા અને કનુભાઇ બસીયાને બાતમી મળતાં મોચી બજાર જુની કોર્ટ પાછળ ખટારા સ્ટેન્ડના રસ્તેથી યોગેશ ગોરધનભાઇ પઢીયાર (ઉ.વ.૩૫, રહે. હાલ દેવયોગ સોસાયટી, બિહારી બાગ, પારપાડા રોડ, પાલનપુર જિલ્લો બનાસકાંઠા)ને પકડી લેવાયો હતો. તેનું મુળ વતન રાજપુર, ગાયકવાડ ભોપાલ નગર, જૂના ડીસા, જી. બનાસકાંઠા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી યોગેશ પઢીયાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ અગાઉ તેની સામે અમદાવાદના વષાાપુર પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ તેમજ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયો હતો. તે વિજાપુર પોલીસના ચોરીના ગુનામાં ફરાર હોઇ તેને પકડી લઇ ત્યાંની પોલીસને સોંપવા તજવીજ કરાઇ હતી.
ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અને પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડા, એએસઆઇ ભરતસિંહ વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્સ. કલ્પેશભાઇ બોરીચા, કનુભાઇ બસીયા, મહેશભાઇ ચાવડા, કરણભાઇ વીરસોડીયા, ધર્મેશભાઇ પરમાર, કોન્સ. તેજસભાઇ ડેરની ટીમે આ કામગીરી કરી છે.
(3:41 PM IST)










