<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

રેલનગર રાધેકૃષ્‍ણ પાર્કમાં જમીન મકાનના ધંધાર્થી યુવાન રાજેન્‍દ્રસિંહ ચોૈહાણ પર પાડોશીનો હુમલો

નાના બાળકો વચ્‍ચે માથાકુટ થયા બાદ મોટા વચ્‍ચે જામી પડીઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટઃ દિવાળીના તહેવારમાં ધોકા-પડતર દિવસની સાંજે ે રેલનગર રાધેકૃષ્‍ણ પાર્કમાં બે નાના બાળકો શેરીમાં રમતી વખતે બાખડી પડતાં એક ટાબરીયાએ બીજાને લાફો મારી લેતાં માર ખાનાર બાળકના માતા પાડોશીને આ બાબતે સમજાવવા જતાં પાડોશી દંપતિ, તેની પુત્રવધૂ અને એક સગીરે મળી બેટ, ઢીકાપાટુનો મારી મારી ભુંડી ગાળો દેતાં પોલીસે કાર્યવાહી કરી હતી.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ રાધેકૃષ્‍ણ પાર્ક-૧માં રહેતાં જમીન મકાન લે-વેંચના ધંધાર્થી રાજેન્‍દ્રસિંહ ધીરૂભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી બાલેન્‍દ્રસિંગ યાદવ, સગીર અને મોતીજારીદેવી તથા કમલાદેવી સામે ગુનો નોંધ્‍યો હતો. રાજેન્‍દ્રસિંહ પરિવાર સાથે રહે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે ૯મીએ રાતે સાડા નવેક વાગ્‍યે મારા પત્‍નિ આરતીબા તથા અમારી શેરીમાં રહેતાં બાલેન્‍દ્રભાઇ યાદવ, તેના પત્‍નિ કમલાદેવી વચ્‍ચે બોલાચાલી ચાલુ હતી. મેં મારા પત્‍નિને ઝઘડાનું કારણ પુછતાં મને જાણવા મળેલું કે મારો દિકરો ગર્વરાજ (ઉ.વ.૩) શેરીમાં રહતો હતો ત્‍યારે બાલેન્‍દુભાઇનો પોૈત્ર નિતીરાજ પણ સાથે રમતો હતો. આ બંને બાળકો વચ્‍ચે રમતાં રમતાં ઝઘડો થતાં મારા દિકરાને પાડોશીના પોૈત્રએ લાફો મારી લેતાં સમજાવવા જતાં હુમલો થયો હતો. પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(12:23 PM IST)