News of Thursday, 29th October 2026
કાલાવડ રોડ પરની વાડીમાં રાજસ્થાની મજુરને પથ્થર ફટકારી રોકડ પડાવી લેવાઇ
સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા મજૂર રમેશભાઇએ કહ્યું-અજાણ્યા શખ્સે આવીને હું તમને ઓળખું છું કહી વાત કરી પછી અચાનક હુમલો કર્યો

રાજકોટ તા. ૨૯: કાલાવડ રોડ પર એંસી ફુટ રોડ જેકે સાગર ચોક નજીક સર્વોદય સ્કૂલ પાસે આવેલી વાડીમાં રહી મજૂરી કરતાં મુળ રાજસ્થાનના રમેશભાઇ જીતાભાઇ બારૈયા (ઉ.વ.૫૫) નામના પ્રોૈઢ રાતે સાડા બારેક વાગ્યે વાડીએ હતાં ત્યારે અજાણ્યા શખ્સે ઘુસી આવી પથ્થરથી ઇજા કરતાં સારવાર માટે દાખલ થયા છે. પોતાની પાસેથી એક હજાર રૂપિયા પણ આ શખ્સ પડાવી ગયાનો આક્ષેપ તેણે કર્યો છે. રમેશભાઇએ જણાવ્યું હતું કે હું હાલ અહિ વાડીમાં રહી મજુરી કરુ છું. મારો પાંચ સંતાન છે તે પરણેલા છે. રાતે સાડા બારેક વાગ્યે હું વાડીમાં હતો ત્યારે અજાણ્યો શખ્સ ધસી આવ્યો હતો અને મારી પાસે આવી પહેલા તો મને એમ કહ્યું હતું કે-હું તમને ઓળખું છુ. પરંતુ મેં તેને હું તને ઓળખતો નથી તેમ કહેતાં તેણે બાદમાં મને મારકુટ કરી હતી અને પથ્થર ફટકારી ઇજા કરી મારી પાસેથી એક હજાર રૂપિયા પડાવી લીધા હતાં અને ભાગી ગયો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(2:10 PM IST)










