<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

રાજસ્‍થાની શખ્‍સ સુરેશ સારન વ્‍હીસ્‍કીના ૯૬ ચપલા સાથે પકડાયો

કુવાડવા રોડ ડી-માર્ટ પાછળ ચિત્રકુટ સોસાયટી પાસે ડીસીબીના હેડકોન્‍સ. ધારાભાઇ વાનરીયા, જયરાજસિંહ કોટીલાનો દરોડો

રાજકોટ તા. ૨૫: ડીસીબીની ટીમે કુવાડવા રોડ ડી-માર્ટ પાછળ આવેલી ચિત્રકૂટ સોસાયટીમાંથી  મુળ રાજસ્‍થાનના શખ્‍સને દારૂના ચપલાઓ સાથે પકડી લીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ ડીસીબીના હેડકોન્‍સ. ધારાભાઇ વાનરીયા તથા  જયરાજસિંહ  કોટીલા સહિતનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો ત્‍યારે  બાતમી પરથી  કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ આવેલી ચિત્રકૂટ સોસાયટી શેરી નં.૧ના ખુણ ઉભેલા શખ્‍સને સકંજામાં લીધો હતો. તેની પાસેના પ્‍લાસ્‍ટીકના બાચકાની તલાશી લેતાં અંદરથી એઇટ પીએમ વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના રૂા. ૧૨૦૦૦ના ૯૬ ચપલા  મળતાં કબ્‍જે કર્યા હતાં. પોલીસ પુછતાછમાં આ શખ્‍સે પોતાનું નામ સુરેશ મંસારામ સારન-બીશ્નોઇ (ઉ.વ.૩૦-રહે. મુળ ગાવરી તા. બાગોડા જાલોર રાજસ્‍થાન) જણાવ્‍યું હતું. હાલમાં આ શખ્‍સ ડી-માર્ટ પાછળ ચિત્રકૂટ સોસાયટીમાં મહાદેવ મંદિરની બાજુમાં રહે છે. આ શખ્‍સ દારૂ ક્‍યાંથી લાવ્‍યો તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છ.

(3:45 PM IST)