તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Monday, 27th July 2026
રૈયાધારમાં કિશને પોતાના શરીરે બ્લેડથી છરકા કર્યા
નશાની હાલતમાં પત્નિ સાથે ઝઘડો કર્યા બાદ આવુ કર્યુઃ સારવાર માટે દાખલ કરાયો

રાજકોટ તા. ૨૭: રૈયાધારમાં રહેતાં કિશન રાજુભાઇ જમનપરીયા (ઉ.વ.૩૦) નામના દેવીપુજક યુવાને રાતે બારેક વાગ્યે પોતાના જ શરીરે બ્લેડથી છરકા કરી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
કિશન બકાલુ વેંચી ગુજરાન ચલાવે છે અને ચાર બહેન, બે ભાઇમાં મોટો છે. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પત્નિ કાજલબેને કહ્યું હતું કે પતિ કિશન અગાઉ કદી દારૂ પીતા નહિ, હાલમાં રવાડે ચડી ગયા છે. રાતે નશો કરી માથાકુટ કરી મરી જવાનું રટણ કરતાં પોતે તેને ઠપકો આપી સમજાવતી હોઇ માઠુ લાગી જતાં બ્લેડની છરકા કરી લીધા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
(2:54 PM IST)










