<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

વરસાદી ઝાપટાથી રાજકોટના રસ્તાઓ પર રેલમછેલ

રાજકોટ : આજે સવારે મેઘરાજાએ જોરદાર ઝાપટુ વરસાવી દેતા રાજકોટના રસ્‍તાઓ પર પાણીની રેમલછેલ બોલી ગઇ હતી. વરસાદ તુટી પડે તેવો સરસ માહોલ જામ્‍યો હતો. પરંતુ માત્ર ઝાપટુ વરસાવી હાઉકલી કરી મેઘરાજા જતા રહેતા ધોધમાર વરસાદની રાહ જોનારાઓની આશા પર પાણી ફરી વળ્‍યા હતા. જો કે થોડા અમથા ઝાપટાએ પણ લોકોને રેઇનકોટ છત્રી પહેવા મજબુર કરી દીધા હતા. માર્ગો પણ પાણી વહેતા થઇ ગયા હતા. સવારે વરસેલા જોરદાર ઝાપટાથી સર્જાયેલ રાજકોટની પરિસ્‍થિતિ તસ્‍વીરોમાં નિહાળી શકાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

(3:14 PM IST)