<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ઓરીસ્‍સાથી ૯.૨૩ લાખનો ગાંજો લઇ રાજકોટ આવેલા કર્મવીરને રેલ્‍વે એલસીબીએ દબોચ્‍યોઃ ૭ દિ'ના રિમાન્‍ડ

સાથેનો યુપીનો શખ્‍સ ભાગી ગયોઃ ઇન્‍ચાર્જ ડીવાયએસપી એચ. એમ. રાણાની રાહબરી અને પીઆઇ જે. આર. દેસાઇના માર્ગદર્શનમાં એલસીબી પીએસઆઇ જે. એમ. પરમાર અને ટીમની કામગીરીઃ રામજીભાઈ, હસમુખભાઈ, ધર્મેન્‍દ્રસિંહની બાતમીઃ પીએસઆઇ જાહીદ કુરેશીએ વધુ તપાસ હાથ ધરી અગાઉ કર્મવીર ઓરિસ્‍સામાં પણ ગાંજા સાથે ઝડપાયો'તો

 

 

રાજકોટ તા. ૮: રાજ્‍યમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને નાર્કોટિક્‍સ પદાર્થોનું વેચાણ અટકે તે માટે ચલાવવામાં આવતા સે નો ટુ ડ્રગ્‍સ મિશન અંતર્ગત રાજકોટ રેલવે પોલીસે લાખોના ગાંજા સાથે છત્તીસગઢના શખ્‍સને પકડી લીધો છે. તેની સાથેનો યુપીનો શખ્‍સ ભાગી ગયો હતો. અગાઉ પણ આ બંને ગાંજાની હેરાફેરીમાં અન્‍ય રાજ્‍યમાં પકડાયા હતાં.  ઉચ્‍ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી પヘમિ રેલવે રાજકોટની ટીમે રાજકોટ રેલવે સ્‍ટેશન પરથી આંતરરાજ્‍ય ડ્રગ્‍સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં લાખો રૂપિયાની કિંમતના માદક પદાર્થ સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્‍યો છે, જ્‍યારે અન્‍ય એક આરોપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. ઝડપાયેલો શખ્‍સ અગાઉ ઓરિસ્‍સામાં પણ આવા કેસમાં પકડાયો હતો. તેના ૭ દિવસના રીમાન્‍ડ મળતાં વધુ તપાસ શરૂ થઇ છે.

એલસીબી-એસઓજી પヘમિ રેલવે  રાજકોટની ટીમ રાજકોટ રેલવે સ્‍ટેશન પર આંતર રાજ્‍ય ટ્રેનો ઉપર વોચ રાખી રહી હતી. તે દરમિયાન એ.એસ.આઈ રામજીભાઈ, ધર્મેન્‍દ્રસિંહ, હસમુખભાઇને સંયુક્‍ત રીતે ખાનગી બાતમી મળી હતી કે બે શખ્‍સો શંકાસ્‍પદ અને વજનદાર ટ્રોલી બેગો સાથે ફરી રહ્યા છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજકોટ રેલવે સ્‍ટેશનના પ્‍લેટફોર્મ નંબર-૧ ઉપર વાંકાનેર તરફના છેડા પાસે વોચ ગોઠવીને તપાસ કરતા બે ટ્રોલી બેગમાંથી માદક પદાર્થ ગાંજો મળી આવ્‍યો હતો. પોલીસે તાત્‍કાલિક કાર્યવાહી કરી એનડીપીએસ એક્‍ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે આ કેસમાં છત્તીસગઢના સુરજપુર જિલ્લાના ભયાથાન તાલુકાના ફુસમુસી ગામના રહેવાસી કર્મવીર તુલશીદાસ પાટીલને ઝડપી પાડ્‍યો છે. જ્‍યારે ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના તેદુરા ગામનો ૨૫ વર્ષીય આરોપી હર્ષસિંહ લલકસિંહ નાસી છૂટયો છે જેની શોધખોળ ચાલુ છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. ૯,૪૧,૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મુદ્દામાલમાં મુખ્‍યત્‍વે ૧૮ કિલો ૪૬૭ ગ્રામ ગાંજો કિંમત રૂ. ૯,૨૩,૩૫૦, એક ઓપ્‍પો મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૫,૦૦૦, રોકડ રકમ રૂ. ૧૮૦૦ અને બે ટ્રોલી બેગ કિંમત રૂ. ૧૦૦૦નો સમાવેશ થાય છે.

ઉચ્‍ચ અધિકારીઓ કે.એન. ડામોર, યશપાલ જગાણીયા, સી.પી. મુંધવા અને  એચ.એમ. રાણા સાહેબની સૂચનાથી અને પો.ઇન્‍સ. જે.આર. દેસાઈના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્‍યું હતું. રેડ દરમિયાન અને સમગ્ર સફળ કામગીરીમાં એલ.સી.બી. પヘમિ રેલવે રાજકોટના પીએસઆઇ જે.એમ. પરમાર, એએસઆઇ રામજીભાઈ ચંદુલાલ, એએસઆઇ ધર્મેન્‍દ્રસિંહ મહાવીરસિંહ, કોન્‍સ. પળથ્‍વીરાજસિંહ જયવંતસિંહ, કોન્‍સ. હસમુખભાઈ રાઘવભાઈ, કોન્‍સ. ભુપતભાઈ કાનાભાઈ, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ વાઘુભા, કોન્‍સ. જયેશભાઈ નાથાભાઈ તથા એસઓજી પヘમિ રેલવે રાજકોટના પોલીસ હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ કનુભા સહિતના કર્મચારીઓએ આ કામગીરી કરી હતી.

આરોપી કર્મવીરની આગળની પુછતાછ કરવા માટે પીએસઆઇ જાહીદ કુરેશીએ તપાસ સંભાળી કોર્ટમાં રજૂ કરતાં સાત દિવસના રિમાન્‍ડ મંજુર થયા છે. કર્મવીર અગાઉ પણ ઓરીસ્‍સામાં ગાંજા સાથે પકડાયો હતો. રાજકોટમાં આ ગાંજો કોને આપવાનો હતો તે ભાગી ગયેલો યુપીનો શખ્‍સ જાણતો હોવાનું કર્મવીરે રટણ કર્યુ હતું.

(2:20 PM IST)