તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 6th November 2026
બોલેરોના વ્હીલ-ટાયરોની ચોરીઓમાં સંડોવાયેલા મંછાનગરના રાહુલ અને લાલજી પાસામાં ધકેલાયા
આજીડેમ પીઆઇ એચ. એન. પટેલ, લક્ષમણભાઇ મકવાણા સહિતની ટીમે વોરન્ટ બજવણી કરી અમદાવાદ અને વડોદરા જેલમાં મોકલ્યા

રાજકોટ તા. ૬: અલગ અલગ પ્રકારની ગુનાખોરી આચરતાં શખ્સો સામે પાસાનું શષા ઉગામતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વધુ બે શખ્સને પાસા તળે જેલભેગા કર્યા છે. જુના યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતાં અને બોલેરોના વ્હીલ-ટાયરોની ચોરીઓના ગુનાઓમાં સામેલ બે શખ્સને દિવાળી ટાણે જ પાસામાં ધકેલી દેવાની કાર્યવાહી થઇ છે. આજીડેમ પોલીસે વોરન્ટ બજવણી કરી હતી.
જાણવા મળ્યા મુજબ જુના માર્કેટ યાર્ડ પાછળ મંછાનગર શેરી નં. ૪માં રહેતાં રાહુલ બાઘાભાઇ ચિરોડીયા (ઉઉવ.૨૬) અને આ વિસ્તારમાં જ મંછાનગર-૮માં રહેતાં લાલજી કરસનભાઇ મેઘાણી (ઉ.વ.૨૯)ને અગાઉ આજીડેમ પોલીસે બોલેરો ગાડીઓના વ્હીલ-ટાયરોની ચોરીઓના અલગ અલગ ગુનાઓમાં પકડી લીધા હતાં. આ બંનેએ બે વર્ષના ગાળામાં સત્તર જેટલી બોલેરો ગાડીઓમાંથી વ્હીલ-ટાયરોની ચોરીઓ કરી હોવાનું જે તે વખતે તપાસમાં ખુલ્યું હતું. બંને પોતે પણ બોલેરોનું ડ્રાઇવીંગ કરતાં હોઇ જ્યારે પણ ટાયરોની જરૂર પડે ત્યારે કાર લઇને નીકળી જતાં અને રેઢા પાર્ક કરાયેલા બોલેરોમાંથી વ્હીલ-ટાયરો કાઢી લેતાં હતાં. આ ટાયરોનો પોતે ઉપયોગ કરતાં અને મિત્રો પરિચીતોને પણ આપતાં હોવાનું બહાર આવ્યું હતું.
બંને શખ્સને પાસામાં ધકેલીવાની દરખાસ્ત જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં આજીડેમ પોલીસે તૈયાર કરી હતી.
પાસાની આ દરખાસ્તને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરી હતી. લાલજીને અમદાવાદ જેલમાં અને રાહુલને વડોદરા જેલમાં ધકેલી દેવા હુકમ કર્યો હતો. જેના આધારે આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ સાગરભાઇ પ્રધાન, હેડકોનસ. લક્ષમણભાઇ મકવાણા, પિયુષભાઇ, ભરતભાઇ, દેવાંગભાઇ, હરપાલસિંહ, સંજયભાઇ હિતેષભાઇ, અજયભાઇ, મેહુલભાઇ, મનિષભાઇ, હરેશભાઇ, વિપુલભાઇ સહિતે વોરન્ટ બજવણી કરી હતી.
(3:48 PM IST)










