News of Friday, 6th November 2026
રઘુવીર યુવા સેના વોર્ડ નં. ૮ દ્વારા સોમવારે જલારામ જન્મોત્સવ : સાંજે શોભાયાત્રા
મહાઆરતી, મહાપ્રસાદ અને બ્લડ ડોનેશન સહિતના આયોજનો

રાજકોટ, તા. ૬ : દર વર્ષની જેમ આ વર્ષે પણ વોર્ડ નં. ૮માં સંત શ્રી પૂજ્ય જલારામ બાપાની ૨૨૭ મી જન્મ જયંતી તા. ૧૬ સોમવારે શુભ દિવસે ઉજવાશે.
શોભાયાત્રા તા ૧૬ સોમવારે સાંજે ૫ કલાકે શ્રીનાથજીહવેલીથી લક્ષ્મીનગર ચોક, રાજનગર ચોક, નાના મવા સર્કલ, બીગ બાઝાર ત્યાંથી પંચવટી મેઈન રોડ થઈ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીએ પૂર્ણ થશે. મહાઆરતી સોમવાર સાંજે ૭ કલાકે રાજકોટ લોહાણા મહાજન, કારોબારી તથા સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે અને બાદમાં મહાપ્રસાદ રાખેલ છે. બ્લડ ડોનેશન કેમ્પ સોમવારે સાંજે ૭:૩૦ કલાક, સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, સૂર્યનગર - ૨ પંચવટી મેઈન રોડ, રાજકોટ ખાતે જ રાખેલ છે.
રઘુવંશી પરિવારના ચંદ્રકાંતભાઈ અઢિયા, ગોપાલભાઈ અનડકટ, રમેશભાઈ ભાયાણી, જલારામ પ્રાર્થના મંદિર, ઘંટેશ્વર દ્વારા માર્ગદર્શન પૂラરુ પડાઇ રહ્યું છે.
રઘુવીર યુવાસેના વોર્ડ નં. ૮, રાજકોટના અમિતભાઈ અઢિયા (મો. ૯૮૨૪૨ ૩૪૮૪૦), હિતેશભાઈ ભીંડે, ગીરીશભાઈ મદલાણી, ચેતનભાઈ સેજપાલ, મોહિત નથવાણી, વિજયભાઈ પોપટ, આનંદ જોબનપુત્રા, ચંદ્રકાન્તભાઈ રાયઠઠ્ઠા, દિપેનભાઈ કાનાબાર, અશ્વીનભાઈ કારીયા, અશોક નથવાણી, જીતેન્દ્રભાઈ મદલાણી, ધર્મેશ સેજપાલ, મનિષભાઈ ગોંધિયા, વિમલ કાનાબાર, તપન નથવાણી, પિયુષભાઈ કોટેચા, યશ અજાબીયા, કિશોરભાઈ દાવડા, સચિનભાઈ જોબનપુત્રા, મુકેશભાઈ ભોજાણી, ધાર્મિક દાવડા,પાર્થિવ જોબનપુત્રા, શુભમ નથવાણી, ગીરધરભાઈ માઘાણી, સુનિલ મૃગ, મિલનભાઈ જીવાણી, મયુર વસંત, રવિરાજ ભીંડે, નટુભાઈ ગોટેચા, ગોપાલ રાજા, હિરેન તન્ના, ધ્રુમીલ ગોંધીયા, મયુરભાઈ ભોજાણી, ધર્મેશભાઈ ખખ્ખર, પ્રવિણભાઈ સાદરાણી, હિરેન મદલાણી, દિપક મદલાણી, કમલેશભાઈ સુચક, મીત મળગ, મિતેષ ચોટાઈ, જીજ્ઞેશભાઈ જોબનપુત્રા, આયુપ નથવાણી, જય ગઢિયા, વિશાલ જોબનપુત્રા, વિશાલ વસંત, માધવીબેન, ભારતીબેન મળગ, ભાવનાબેન નથવાણી, ઉર્જા જોબનપુત્રા, દિપ્તીબેન માઘાણી, પોપટ ભારતીબેન મદલાણી, વંદનાબેન રૂપાણી, કિરણબેન નથવાણીએ ધર્મપ્રેમીજનોને દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રઘુવીર યેવા સેના વોર્ડ નં. ૮ જલારામ જન્મોત્સવ સમિતિના આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા) (
(3:48 PM IST)










