<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

કાલે રઘુવંશી મહારાસ : ૧પ હજાર ખેલૈયાઓ ગરબે ઘુમશે

રઘુવંશી યુવા કલબ દ્વારા ‘રઘુવંશી દ્વારા, રઘુવંશી માટે'ના સંકલ્‍પ સાથે નિઃશુલ્‍ક આયોજન : પાસ અને આધારકાર્ડ સાથે જ એન્‍ટ્રી મળશે, ટ્રેડીશનલ ડ્રેસ કોડ ફરજીયાત : સનાતન નવરાત્રીના ગ્રાઉન્‍ડમાં યોજાશે રાસોત્‍સ

રાજકોટ : રઘુવંશી સમાજની એકતા, સંસ્‍કૃતિ અને પરંપરાને સંગીતના સૂર તથા તાલ સાથે ઉજવવાના ઉદ્દેશથી રઘુવંશી યુવા કલબ દ્વારા તા. રર ગુરૂવારે સાંજે ૬ વાગ્‍યાથી ‘‘રઘુવંશી મહારાસ-ર૦ર૬''નું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ કાર્યક્રમના પ્રોજેકટ ચેરમેન રવિભાઇ માણેક, નિરવભાઇ રાયચુરા અને લાલાભાઇ પલાણના માર્ગદર્શન હેઠળ ‘રઘુવંશી દ્વારા, રઘુવંશી માટે'ના સંકલ્‍પ સાથે સમાજના સભ્‍યોને એક મંચ પર એકત્રિત કરી ઉત્‍સવ અને સામૂહિક આનંદની લાગણીને વધુ મજબુત બનાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હોવાનું જણાવાયું છે. આ મહારાસમાં જાણીતા ગાયકો ધારા માણેક, રીના ઠક્કર, મોન્‍ટુ મહારાજ, ચાર્મી ગોટેચા અને ખુશી બદિયાણી પોતાના સંગીતમય પ્રસ્‍તુતીઓ દ્વારા કાર્યક્રમને રંગીન બનાવશે. સંગીત, ગરબા અને દાંડિયાના તાલે રઘુવંશી સમાજના લોકો ઉત્‍સવનો આનંદ માણી શકશે.

પરંપરા અને સંસ્‍કૃતિને વિશેષ મહત્‍વ આપતા આ કાર્યક્રમમાં ટ્રેડીશનલ ડ્રેસ કોડ ફરજિયાત રાખવામાં આવ્‍યો છે. ઉપરાંત પ્રવેશ માટે કાર્યક્રમનો પાસ તથા આધારકાર્ડ સાથે રાખવું ફરજીયાત રહેશે તેમ જણાવાયું છે.

આ કાર્યક્રમ સનાતન નવરાત્રી ગ્રાઉન્‍ડ, શીતલ પાર્ક, આર.કે. વર્લ્‍ડ ટાવરની નજીક, રાજકોટ ખાતે યોજાશે.

આયોજક ટીમમાં રવિ માણેક, નિરવ રાયચુરા, લાલાભાઇ પાલન, મયુર નથવાણી, પરાગભાઇ રતનધાયરા, રવિ રાયચુરા, હિરેનભાઇ જોબનપુત્રા, ભાવેશભાઇ અધિયા, મનીષ ખખ્‍ખર, ધ્રુવ રાજા, જાગૃતિબેન ખીમાણી, પરેશભાઇ બદિયાણી, યશ ઉનડકટ, કરણ માણેક, શુભમ રઘુરા, કશ્‍યપ રઘુવંશી, ધવલ માણેક અને ઋત્‍વિક રૂપારેલિયા જહેમત ઉઠાવી રહ્યા છે.

ફ્રી પાસ મેળવવા માટે રઘુવંશી સીઝન સ્‍ટોર, ગેટ નં. ૪, સત્‍યનારાયણ પાર્ક, નાણાંવટી ચોક, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રવિ માણેકનો મો. ૯૦૩૩૧પ૧૧૧૦ ઉપર સંપર્ક કરવા અંતમાં જણાવાયું છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:56 PM IST)